Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

આંધ્રપ્રદેશના ચિત્તુરમાં પાટાપરથી ઉતરી કેરળ એક્સપ્રેસ: અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

એક કોચ ચિતુરચિતુરમાં યેરોપેડુ રેલ્વે સ્ટેશન પર પાટાપરથી ઉતરી ગયું

 

ચિતુર : આંધ્રપ્રદેશના ચિતુરમાં દિલ્હી-ત્રિવેન્દ્રમ કેરળ એક્સપ્રેસ શનિવારે રાત્રે પાટા પરથી ઉતરી ગઇ હતી મળતી માહિતી અનુસાર તમામ યાત્રીઓ સુરક્ષીત છે. ટ્રેનનાં પાટાપરથી ઉતર્યા હોવાનાં સમાચાર મળ્યા બાદ રેલવે અધિકારીક ઘટના સ્થળ પર પહોંચી ચુક્યા છે

  . કેરળ એક્સપ્રેસ (દિલ્હીથી ત્રિવેન્દ્રમ) નો એક કોચ ચિતુરચિતુરમાં યેરોપેડુ રેલ્વે સ્ટેશન પર પાટાપરથી ઉતરી ગયું હતું . દક્ષિણ મધ્ય રેલવે સીપીઆરઓનું કહેવું છે કે ટ્રેનની પેન્ટ્રી કાર પાટાપરથી ઉતરી ગઇ.તમામ યાત્રીઓ સુરક્ષીત છે. કર્મચારી અને ટેક્નોલોજી કર્મચારી ઘટના પર પહોંચી ગયા છે  અને પાટા પરથી ઉતરવાનાં કારણની તપાસ કરી રહ્યા છે.

(12:00 am IST)