Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

સરકારની જન વિરોધી નીતિઓ વિરુદ્ધ કોંગ્રેસનું હલ્લાબોલ 30મીએ દિલ્હીના રામલીલા મેદાનમાં ભારત બચાવો રેલી

કેન્દ્રની જન વિરોધી નીતિઓ વિરૂદ્ધ જિલ્લા સ્તર અને રાજ્ય સ્તરે તેના આંદોલનનું સમાપન વેળાએ વિશાળ રેલી યોજાશે

 

નવી દિલ્હી : કેન્દ્ર સરકારની જન વિરોધી નીતિઓ વિરૂદ્ધ જિલ્લા સ્તર અને રાજ્ય સ્તરે તેના આંદોલનનું સમાપન 30 નવેમ્બર રામલીલા મેદાનમાં એક વિશાળ રેલીની સાથે થશે.

પાર્ટીએ પાંચ નવેમ્બરથી 15 નવેમ્બર દેશના અલગ અલગ ભાગમાં આંદોલન કરવાની યોજના બનાવી હતી. દરમિયાન કોંગ્રેસ કેન્દ્રની ભાજપ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા માટે વિરોધ પ્રદર્શન કર્યું.

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે પત્રકારોને કહ્યું કે, આજે અમે નિર્ણય કર્યો છે કે જિલ્લા અને રાજ્ય સ્તરે આંદોલનને 25 નવેમ્બર પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે અમે દિલ્હીના રામલીલા મેદાનમાં 30 નવેમ્બરે કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓ વિરૂદ્ધ એક વિશાળ રેલી કરવાનો નિર્ણય કર્યો છે. બેઠકમાં રેલીને 'ભારત બચાવો રેલી' નામ આપવાનો નિર્ણય કરવામાં કરવામાં આવ્યો કારણ કે લોકો બહુ દુઃખી છે.

કોંગ્રેસે પોતાના મહાસચિવો, વિભાગોના પ્રમુખો, રાજ્ય એકમના પ્રમુખો અને સીએલપી નેતાઓનીસાથે શનિવારે બેઠક કરીહતી . વેણુગોપાલે કહ્યું કે, કેન્દ્ર સરકારની જન વિરોધી નીતિઓ વિશેષ કરીને આર્થિક સુસ્તી, ખેડૂતોને સંકટ, બેરોજગારી અને અન્ય મુદ્દાઓ વિરૂદ્ધ આંદોલન કાર્યક્રમ પર ચર્ચા માટે બેઠક બોલાવી હતી

(1:09 am IST)