Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

ભારતની વધુ એક સિદ્ધી : પહેલીવાર રાત્રે અગ્નિ-2 બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું :, 2000 કિમી સુધી મારક ક્ષમતા

સ્ટ્રેટેજિક ફોર્સેસ કમાન્ડ દ્વારા ઓડિસાના તટથી આ મિસાઈલનું પરીક્ષણ કરાયું

 

નવી દિલ્હી : ભારતના નામે વધુ એક સિદ્વી નોંઘાઈ છે. ભારતે બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-2નું સફળ પરીક્ષણ કર્યું છે. ઓડિસાના બાલાસોરથી મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું છે

ભારતે પહેલી વખત મિસાઈલનું રાત્રે પરીક્ષણ કર્યું છે. અગ્નિ-2 મિસાઈલ 2 હજાર કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે. સ્ટ્રેટેજિક ફોર્સેસ કમાન્ડ દ્વારા ઓડિસાના તટથી મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું.છે

અબ્દુલ કલામ આઈલેન્ડના ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી સફળતાપૂર્વક તેનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. તેને ડીઆરડીઓની એડવાસન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરીએ તૈયાર કર્યું છે. મિસાઈલને ઇન્ટીગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવ્યા છે.

 અત્રે ઉલેલ્ખનીય છે કે અગ્નિ-2' મિસાઈલ ભૂમિથી ભૂમિ પર પ્રહાર કરવા માટે સક્ષમ છે. જેની લંબાઈ આશરે 20 મીટર છે. જ્યારે વજન આશરે 17 ટનની આસપાસ છે અને તે 1 હજાર કિલોગ્રામ સુધી પેલોડ લઈ જવામાં સક્ષમ છે. બે સ્ટેજમાં પોતાનું લક્ષ્ મેળવનારી મિસાઈલ સોલિડ ફ્યૂઅલથી ચાલે છે. મિસાઈલને DRDO દ્વારા તૈયાર કરવામાં આવી છે.

(11:09 pm IST)