Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

કેન્દ્ર સરકાર ત્રણ મહિનામાં ખેડૂતોના ખાતામાં 53,000 કરોડ જમા કરાવશે

આધાર કાર્ડ લિંક હશે તો જ 6,000 રૂપિયાનો હપ્તો મળશે: આધાર કાર્ડ લિંક કરાવવાની અંતિમ તારીખ 30મી નવેમ્બર 2019 છે

નવી દિલ્હી : પ્રધાનમંત્રી  કિસાાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ વર્ષે ખેડૂતોને 53,000 કરોડની મદદ મળશે. મોદી સરકાર 24 ફેબ્રુઆરી 2020 પહેલાં આ રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાવશે. મોદી સરકારે આ વર્ષના પ્રારંભે 24મી ફેબ્રુઆરીએ ગોરખપુરથી જ આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. જેના કારણે સરકાર આ તારીખ પહેલાં આ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવા માંગે છે.

કૃષિ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત અત્યારસુધીમાં ખેડૂતોના ખાતામાં 34,000 કરોડ જમા કરાવવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ 15 નવેમ્બર સુધીમાં દેશના 7 કરોડ 87 લાખ ખેડૂતોને મળ્યો છે. 30 નવેમ્બર સુધી આ કામ કરવું જરૂરી છે
ખેડૂતોએ પીએમ-કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તો મેળવવા માટે તેમના આધાર નંબરને લિંક કરાવવો અગત્યનો છે. જો કોઈ ખેડૂતને હજી આધાર કાર્ડ બૅન્ક ખાતા સાથે લિંક કરાવવાનું બાકી હોય તો વહેલી તકે કરાવી લેવું જોઈએ. આ યોજના સાથે તમારૂં આધાર કાર્ડ લિંક હશે તો જ તમને 6,000 રૂપિયાનો હપ્તો મળશે. આધાર કાર્ડ લિંક કરાવવાની અંતિમ તારીખ 30મી નવેમ્બર 2019 છે.

(9:11 pm IST)