Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ પ્રવિણ વર્ગીસની હત્યા કરવા બદલ જયુરીએ ગુનેગાર ઠરાવેલ આરોપીને કોર્ટએ જામીન મુકત કરી દીધોઃ જયુરીના નિર્ણયને ફગાવી દેતી ઇલિનોઇસ સ્ટેટની સૌપ્રથમ ઘટનાથી કુટુંબીજનોને ઘેરો આઘાત

ઇલિનોઇસ :  અમેરિકામાં ર૦૧૪ ની સાલમાં ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ પ્રવિણ વર્ગીસની હત્યા કરવાના આરોપસર  જયુરીએ ગુનેગાર ઠરાવેલા યુવાન ઉપરનો આરોપ ઇલિનોઇસ કોર્ટએ ફગાવી દીધો છે. તથા ફરીથી ટ્રાયલનો હુકમ કર્યો છે. ત્યાં સુધી આરોપીને જામીન ઉપર મુકત કરાયો છે.

સ્ટેટની ઐતિહાસિક ઘટના સવાન કોર્ટનો આ નિર્ણય જયુરીના નિર્ણયને ફગાવી દેનારો હોય તેવું સૌપ્રથમવાર બન્યું છે. જે માટે દાવાની વાકય રચના ભૂલભરેલી હોવાનું કારણ  માનવામાં આવે છે. આ બાબતના સ્વ. પ્રવિણના પરિવાર તથા સમર્થકોમાં ઘેરા પડઘા પડયા છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:11 pm IST)
  • દ્વારકા :પોરબંદર રોડ પર સલાયા જૂનાગઢ રુટની એસ ટી બસ પલટી મારી ૩૫ જેટલા લોકો ઈજાગ્રસ્ત:ઇજાગ્રસ્તો ખંભાળીયા હોસ્પિટલ લઈ જવાયા access_time 12:00 pm IST

  • પોરબંદર પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવાયું :અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા લગાવાયું સિગ્નલ: માછીમારોને દરિયામાં સાવચેત રહેવાની અપીલ. access_time 10:01 pm IST

  • સુરત એમ્રોડરી કારખાનામાં ચપ્પુ બતાવી લૂંટ ચલાવનાર ગેંગ ઝડપાઇ:કાપોદ્રા વિસ્તારમાં કારીગરને ચપ્પુ બતાવી સ્પેરપાર્ટની લૂંટ ચલાવી હતી: 6.10 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો:પોલીસે લૂંટના 3 ગુના ઉકેલી કાઢ્યા access_time 12:04 pm IST