Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ગોવામાં યોજાયેલ રાઇડર મેન્યામાં રોયલ એન્ડફિલ્ડનો મોતનો કૂવો બન્યો આકર્ષણઃ એકી સાથે ૬-૬ રાઇડર્સનો ખતરનાક ખેલ

Royal Enfield Rider Mania 2018 આજે એટલે કે 16 નવેમ્બરથી શરુ થશે. અર્પોરા ગામ, ગોવામાં થનારા રાઈડર મેનિયામાં દેશભરથી રોયલ એન્ફિલ્ડ લવર્સ પહોંચે છે. 18 નવેમ્બર સુધી ચાલનારા રોયલ એન્ફિલ્ડ રાઈડર મેનિયામાં આ વર્ષનો મોતનો કૂવો યુનિક એટ્રેક્શન હશે. કંપનીએ એક ટીઝર વીડિયો પણ રજૂ કર્યો છે.

મોતનો કૂવો દેશભરમાં એક ફેમસ એક્ટ છે. જેમાં રાઈડર્સ પોતાનો જીવ જોખમમાં નાખીને ખતરનાક રીતે બાઈક ચલાવે છે. સામાન્ય રીતે Yamaha RX100 અને Suzuki Shogun જેવી ટૂ સ્ટ્રોક્સ બાઈક્સ મોતના કૂવામાં વપરાય છે. જોકે, રોયલ એન્ફીલ્ડ રાઈડર મેનિયા મોતના કૂવામાં 6 રાઈડર્સ રોયલ એન્ફીલ્ડ બાઈક ચલાવશે.

રાઈડર મેનિયામાં મોતના કૂવામાં પર્ફોર્મ કરનાર રાઈડર્સ પ્રોફેશનલ છે. આ ઉપરાંત રાઈડર મેનિયામાં કસ્ટમ બાઈક કોન્ટેસ્ટ, સ્લો રેસ, ડર્ટ રેસ, બાઈક એસેમ્બલી કોન્ટેસ્ટ અને અન્ય એક્ટિવિટી પણ હશે.

નોંધનીય છે કે આ રીતે બુલેટ ચલાવવાની કોશિશ સામાન્ય લોકોએ ક્યારેય કરવી ન જોઈએ. કારણકે આવું કરવાથી જીવ પણ જઈ શકે છે.

(7:28 pm IST)