Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

વાહ આનંદીબેન ! '' પઢે ભોપાલ'' કાર્યક્રમમાં અઢી લાખ લોકોએ ભાગ લેતા વિશ્વ રેકોર્ડ

રાજકોટ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના વર્તમાન રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલે વાંચન પ્રવૃતિનો વ્યાપ વધારવા ૯ ઓકટોબરે ભોપાલમાં '' પઢે ભોપાલ'' કાર્યક્રમનું આયોજન કરાવેલ. જેમાં નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરે મળી કુલ અઢી લાખ લોકોએ જુદા જુદા સ્થળે એકજ સમયે ગમતું વાંચન કર્યુ હતું. આ કાર્યક્રમને વર્લ્ડ ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. વર્લ્ડ બુકના અધિકારીઓએ રાજભવન ખાતે શ્રીમતી આનંદીબેનને આ અંગેનું પ્રમાણપત્ર એનાયત કર્યુ હતું દ્ર઼ઢ ઇચ્છાશકિત અને સમન્વયથી સફળતા પ્રાપ્ત થાય જ તેવો પ્રતિભાવ રાજયપાલે વ્યકત કરી યશભાગી સોૈ ને અભિનંદન આપ્યા છે.

(3:51 pm IST)