Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

Facebook પાસેથી ભારત સરકારે માંગ્યો જરૂરી ડેટાઃ કંપની આવી દબાણમાં

સોશિયલ મીડિયાના દિગ્ગજને ગુરુવારને પ્રકાશિત પારદર્શિતા રિપોર્ટમાં આ વાત સામે મુકવામાં આવી હતી. પરંતુ કંપનીએ એ પ્રકારનો ખુલાશો ન કર્યો કે સરકારને કેવા પ્રકારનો ડેટા આપવામાં આવ્યો છે.

નવી દિલ્હી, તા.૧૭: વર્ષ ૨૦૧૮ના પ્રથમ છ મહિનામાં ફેસબુક પાસેથી ભારત સરકારે ડેટા માંગવા માટે કડક વલણ દેખાડ્યું અને કંપનીને કુલ ૧૬,૫૮૦ ડેટા આવેદન પ્રાપ્ત થયા હતા. જયારે ગત વર્ષે ભારત સરકારે(આખા વર્ષમાં) કુલ ૨૨,૦૨૪ આવેદન મોકલ્યા હતા તથા વર્ષ ૨૦૧૬જ્રાક્નત્ન આખા વર્ષમાં કુલ ૧૩,૬૧૩ આવેદન મોકલી દેવામાં આવ્યા હતા. સોશિય મીડિયાના દિગ્ગજને ગુરુવારે પ્રકાશિત રિપોર્ટમાં કહ્યું કે વર્ષ ૨૦૧૮માં જાન્યુઆરી-જૂનમાં ફેસબુક સરકારને ૫૩ ટકા ડેટા આપ્યો હતો. પરંતુ કંપનીએ એ વાતનો ખુલાસો નથી કર્યો કે તેમણે સરકારને કેવા પ્રકારનો ડેટા આપ્યો છે.

ફેસબુક કોઇ પણ દેશના કાયદા અને તેની સેવાઓ અને શરતોને અનુલક્ષીને સરકરના આવેદનનો જવાબ આપે છે. કંપનીએ કહ્યું, પ્રત્યેક આવેદનની અમે સંવીધાનિક તપાસ કરી એ જાણકારી મેળવીએ છે, કે તે પર્યાપ્ત છે, કે નહિ અને તેના આધારા પર જ અમે તેને સ્વિકાર કરીએ છે. નહિંતો તેનો અસ્વિકાર કરી દઇએ છીએ.શ્નફેસબુકને આ સિવાય ભારતની કુલ ૧૫,૯૬૩ આવેદન કાયદાકીય પ્રક્રિયા માટે પ્રાપ્ત કર્યા, જેમાંથી ૨૩,૦૪૭ યુઝર્સના આવેદન હતા અને ૬૧૭ ઇમર્જન્સી વિનંતી કરવામાં આવી છે. (જેમાંથી અડધા પૂરા કરી દેવામાં આવ્યા છે)

ફેસબુકે કહ્યુંકે દુનિયા ભરની સરકારો દ્વારા ડેટા માંગવાના અનુરોધમાં આ વર્ષે પહેલા છ માસમાં ૨૬ ટકાની વૃદ્ઘિ જોવા મળી હતી. વધારે ડેટા માંગવા માટે ૧,૦૩,૮૧૫ આવેદન મળ્યા છે, જયારે પાછલા વર્ષેના બીજા છ માસમાં આ આવેદનોની સંખ્યા ૮૨,૩૪૧ હતી. અમેરિકામાં ફેસબુકથી ડેટા માંગવામાં સરકારી અનુરોધમાં આશરે ૩૦ ટકાની વૃદ્ઘિ જોવા મળી છે. જેમાં ૫૬ ટકા નોન-ડિસ્કલોઝરનો આદેશ કરવામાં આવ્યો, જે એના વિશે યુઝર્સની જાણકારી આપવાથી ના પાડવામાં આવી હતી.

(3:19 pm IST)