Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

મિર્ગી (વાઈ)ની બિમારીવાળાઓએ નિયમીત સારવાર લેવી જરૂરી

આજે રાષ્ટ્રીય મિર્ગી (વાઈ) દિવસ

રાજકોટ : ભારતમાં ૩ કરોડ લોકો ન્યુરોલોજિકલ એટલે મસ્તિક સંબંધી બિમારીઓથી પીડિત છે, પરંતુ સામાન્ય રીતે સૌથી વધારે થતાં ન્યૂરોલોજિકલ રોગ મિર્ગી (વાઈ) છે જેના વિશે લોકોને જાગૃતતા બહૂ જ ઓછી છે. આ રોગથી પીડિત લોકો ઘણીવાર ઉપહાસના પાત્ર બનાવવામાં આવે છે અને નાપસંદ કરવામાં આવે છે.મિર્ગી (વાઈ) મસ્તિષ્કની એક બિમારી છે જેમાં એક સમયાંતરાલ પર વારંવાર દૌરા પડે છે, જે શરીરના ઇનવોલંટરી મૂવમેન્ટના થોડા સમય સુધી રહેવાવાફ્રો પ્રભાવ છે, અને જેમાં શરીરનો એક ભાગ (આંશિક) તથા આખું શરીર (સામાન્યીકૃત) સામેલ થઇ શકે છે. ભારતમાં લગભગ ૧ કરોડ ૨૦ લાખ લોકો મિર્ગી રોગથી પીડિત છે.

રાજકોટના ન્યુરોલોજીસ્ટ, ડૉ. મનોજ ઘોડસરાએ જણાવ્યું કે, મિર્ગીવાફ્રા લોકોએ પોતાની સ્થિતિને છુપાવવી ના જોઇએ. તેમણે ડોક્ટર સાથે વાત કરીને નિયમિત રૂપથી સારવાર કરાવવી જોઇએ અને સામાન્ય જીવન જીવવું જોઇએ. લોકો માટે જાણવું એ મહત્વપૂર્ણ છે કે મિર્ગીના અન્ય સંકેત અને લક્ષણ પણ હોય છે, જેમકે જાગરુકતાના સ્તરમાં અચાનક પરિવર્તન, યથાર્થથી અપ્રભાવિત હોવું, અકલાવું અથવા બોલવામાં અસમર્થતા મહેસુસ કરવું, ગભરાહટ અને ભ્રમ હોવું, ચટકારા લેવા અને પ્રતિક્રિયા ન આપવી.

રાજકોટના ન્યુરોલોજિસ્ટ ડો. દુષ્યંત સંકાલિયાએ જણાવ્યું કે, દૌરાના પ્રકાર, મિર્ગી અને કોઇપણ સંબંધિત પરિસ્થિતિઓની પ્રારંભિક અને સચોટ પહેચાનથી રોગીને સાચી દવા લેવામાં મદદ મફ્રી શકે છે. અમારા અધિકાંશ સમાજમાં ફેલાયેલ મિથકોં અને ખોટી ધારણાંઓને જોતાં દર્દીઓ અને તેના પરિવારો વચ્ચે મિર્ગીની ચિકિત્સિકીય પ્રકૃતિ, તેની વિશેષતાઓ, કારણોં અને સારવાર વિશે શિક્ષણ આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

લોકોમાં ફેલાયેલ ધારણાથી વિપરીત મિર્ગી ના તો સંક્રામક છે, ન જાદૂ-ટોનેથી જોડાયેલ છે અને મિર્ગીથી ગ્રસિત લોકો માનસિક રૂપથી બિમાર પણ નથી. મિર્ગી સાથે જોડાયેલ આ સૂત્રો પર જોર આપતા ચલાવામાં આવેલ ગંભીર જાગૃતતા અભિયાનોં છતાં મિર્ગીને લઇને સમાજમાં રૂઢિવાદિતા અને ખોટી ધારણાઓ બનેલ છે.

(3:18 pm IST)