Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

''ગાઝા'' વાવાઝોડુ આજથી નબળુ પડશેઃ ગુલાબી ઠંડીમાં વધારો જોવા મળશે

બંગાળની ખાડીમાં લોપ્રેસર બનશે, જે તામિલનાડુના દરિયાકીનારાને અસર કરશેઃ બપોરે તાપમાન ૩૩ થી ૩૬ ડીગ્રી વચ્ચે રહેશે

 રાજકોટઃ તા.૧૭, એક ખાનગી વેધર સંસ્થાના જણાવ્યા મુજબ   રાત્રે તામીલનાડું કોસ્ટ પર 'ગાઝા' નામનું વાવાજોડું ટકરાયું જે ઉતરોતર નબળુ પડી ને આજે  રાત્રે અરબ સાગર માં આવી જશે.ક્રમશઃ નબળુ પડી ને આવતી કાલ સુધી માં લો પ્રેસર સુધી સિમિત રહેશે.બાદ ૨૪ કલાક માં વધુ મજબુત થાય તેવી શકયતા છે.જે મુખ્યત્વે દક્ષિણ પશ્ર્ચિમ ચાલશે.એટલે ભારત ના દરિયા કિનારા થી ક્રમશઃ દુર જશે.

  જયારે આવતીકાલે તા.૧૮ નવેમ્બરના માં બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થશે.જે અમેરીકન વેધર મોડેલ પ્રમાણે ઉતરોતર મજબુત થશે.તે પણ તામીલનાડું કોસ્ટ ને અસરકર્તા રહે તેવી શકયતા છે.જયારે યુરોપિયન મોડેલ પ્રમાણે લો પ્રેસર સુધી સિમિત રહેશે.

દરમિયાન સૌરાષ્ટ્ર-ગુજરાતમાં  છેલ્લા ત્રણેક દિવસ થયા સવાર ની ઠંડી માં ઘટાડો થયો છે. આજ સવાર થી આંશિક ઠંડી વધી છે.જયારે તા.૧૭ થી તા.૧૯  (શનિ થી સોમ) દરમ્યાન હાલ કરતા ગુલાબી ઠંડી માં વધારો થશે.જયારે તા.૨૦ થી તા.૨૨ (મંગળ થી ગુરૂ) દરમ્યાન ઠંડી માં ઘટાડો આવશે.હાલ કરતા બપોર નું તાપમાન પણ ક્રમશઃ વધશે. ૩૩ ડીગ્રી  થી ૩૬ ડીગ્રી વચ્ચે રહેશે.સૌરાષ્ટ્ર કચ્છ ના અમુક વિસ્તારો માં તા.૧૮/૧૯ માં ઉતર પશ્ચિમી પવન ને કારણે ઝાકળ બીંદુ ઠાર આવી શકે છે.બાકી ના દિવસો માં મુખ્યત્વે પવનો ઉતર,ઉતર પુર્વ અને પાછલા દિવસો માં પુર્વ ના પવનો ફુંકાઇ તેવી શકયતા છે .

(1:36 pm IST)