Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

હિંદુવાદી મહિલા નેતા કે.પી શશીકલાની ધરપકડ બાદ કેરળમાં બંધનું એલાન

સબરીમાલા કર્મા સમિતિએ કેરળમાં રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું

કેરળમાં એઈક્યા વેદીના અધ્યક્ષ કે.પી શશીકલાની ધરપકડ કરવામાં આવી છે. હિંદુવાદી મહિલા નેતા કે.પી. શશીકલાની ધરપકડ બાદ સબરીમાલા કર્મા સમિતિએ કેરળમાં રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ વયજૂથની મહિલાઓના સબરીમાલા મંદિરમાં પ્રવેશની મંજૂરીનો ઉગ્ર વિરોધ કરનારાઓની સબરીમાલા કર્મા સમિતિ માતૃ સંગઠન છે.

  લગભગ પચાસ વર્ષથી વધુ વય ધરાવતા શશીકલા સબરીમાલા મંદિરમાં દર્શન માટે આવ્યા હતા. તેમને રોકવામાં આવ્યા હતા. કલમ-144 તોડવાના આરોપમાં સવારે બે વાગ્યે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

  શશીકલાની ધરપકડ બાદ સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યાથી કેરળ બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને કારણે શ્રદ્ધાળુઓના ધસારા પર પણ અસર થવાની શક્યતા છે. હિંદુવાદી મહિલા નેતાની ધરપકડ બાદ અહીં ખાસો તણાવ પણ સર્જાયો છે. પોલીસે જણાવ્યું છે કે કલમ-144ના ઉલ્લંઘનના મામલે શશીકલાને પ્રિવેન્ટિવ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

(1:06 pm IST)