Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

સાઉદી પ્રિન્સ સલમાને કરાવી પત્રકાર જમાલ ખગોશીની હત્યા

સીઆઈએનો સનસનીખેજ ધડાકો

વોશિંગ્ટન, તા. ૧૭ :. અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએ એ પત્રકાર જમાલ ખગોશીની હત્યા પાછળ સાઉદી અરેબીયાના ક્રાઉન પ્રીન્સ મહમદ બીન સલમાનનો હાથ ગણાવ્યો છે. અમેરીકી મિડીયાએ આવો રીપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે.

ખગોશીને લઈને અમેરિકાએ નવો ધડાકો કર્યો છે. સીઆઈએ એ એવુ અનુમાન મુકયુ છે કે પ્રીન્સે જ વરિષ્ઠ પત્રકાર જમાલની હત્યાનો આદેશ આપ્યો હતો. આ બારામાં સીઆઈએ એ પોતાનો તપાસ રીપોર્ટ સોંપ્યો છે. સાઉદી સરકારે અગાઉ કહ્યુ હતુ કે, પ્રીન્સનો આ ઘટનામાં કોઈ હાથ નથી.

વોશિંગ્ટન પોસ્ટે સીઆઈએને ટાંકીને લખ્યુ છે કે તેણે પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનો બાદ આ તારણ કાઢયુ છે. પ્રીન્સના ભાઈ ખાલીદ અને ખગોશી વચ્ચે ફોન પર થયેલ વાતચીતની પણ તપાસ કરવામાં આવી છે. ખાલીદ અમેરિકામાં સાઉદી રાજદૂત છે.

રીપોર્ટ અનુસાર ખાલીદે જ ખગોશીને ફોન પર કહ્યુ હતુ કે તે ઈસ્તંબુલ સ્થિત સાઉદી દુતાવાસ જાય અને લગ્ન અંગેના દસ્તાવેજી કામકાજ પતાવે. ખાલીદે સુરક્ષાનું વચન પણ આપ્યુ હતું. સૂત્રોના કહેવા મુજબ ખાલીદે પ્રીન્સના નિર્દેશ પર ખગોશીને ફોન કર્યો હતો.

વોશિંગ્ટન પોસ્ટે લખ્યુ છે કે સાઉદી સરકારના ૧૫ એજન્ટ સરકારી વિમાનથી ઈસ્તંબુલ ગયા હતા અને સાઉદી કોન્સ્યુલેટમાં ખગોશીની હત્યાનો અંજામ આપ્યો હતો.

(7:55 pm IST)
  • વડોદરા :પિતા-પુત્રની સાઉદી અરબમાં ધરપકડ : મક્કા મસ્જિદ બહાર રાષ્ટ્રધ્વજ સાથે ફોટો પડાવતા ધરપકડ : વડોદરાનાં ઇમ્તિયાઝ અલી સાઉદી પોલીસની કસ્ટડીમાં : ઇમ્તિયાઝ અલીનાં પુત્ર ઉઝેરને વહેલી સવારે કરાયો મુક્ત:સાઉદીમાં પિતા ઇમ્તિયાઝને છોડાવવા પુત્રનાં પ્રયાસો access_time 4:33 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મારપીટનો આરોપ લગાડનાર દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશની બદલી :દૂર સંચાર વિભાગમાં ટ્રાન્સફર કરાઈ access_time 1:15 am IST

  • ઉપલેટા ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા વૃદ્ધનું મોત:ઉપલેટાના ડુમીયાણી ગામ અને સુપેડી ગામ વચ્ચેનો બનાવ: ૭૦ વર્ષીય આસપાસની ઉંમરના લાગતા અને ચોરણી-કડિયું પહેરેલ અજાણ્યા વૃદ્ધનું ટ્રેન અકસ્માતમાં મોત:રેલવે સ્ટાફ દ્વારા ઉપલેટા રેલવે સ્ટેશને મૃતદેહ લઈ આવ્યા બાદ PM માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયો: પોલીસ દ્વારા તપાસ ચાલુ access_time 12:21 am IST