Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

અમેરિકામાં હેટ ક્રાઇમનો ભોગ બનતા લોકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ : FBI નો સ્ફોટક અહેવાલ

વોશિંગટન : અમેરિકામાં હેટ ક્રાઇમનો ભોગ બનતા લોકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ હોય છે.તેવો સ્ફોટક અહેવાલ FBI એ 13 નવે.ના રોજ બહાર પડ્યો છે.જેમાં દર્શાવાયા મુજબ ભારતીયોમા મોટા ભાગના શીખ,હિન્દૂ મુસ્લિમ તથા બૌદ્ધધર્મીઓ  જોવા મળ્યા છે.હેટ ક્રાઇમનો ભોગ બનતા લોકોની સંખ્યામાં 2016 ની સાલ કરતા 2017 માં 17 ટકાનો વધારો નોંધાયો હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે જે સંખ્યા દર વર્ષે ઉત્તરોત્તર વધી રહી છે..એટલું નહીં હેટ ક્રાઇમ આચરનારાઓમાં અડધાથી વધુ ગોરા લોકો જોવા મળ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:27 pm IST)
  • ગોંડલમાં GSTની ટીમો ત્રાટકી : શહેરના નવા માર્કેટ યાર્ડ, જેતપુર રોડ ત્રણખૂણીયા સહિતના વિસ્તારોમાં અધિકારીઓએ જીએસટીની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે : જીએસટીની તપાસને લઈને વેપારીઓમાં ફફડાટ access_time 8:53 pm IST

  • મધ્યપ્રદેશ બાળ તસ્કરી મામલે મધ્ય પ્રદેશ પોલીસે વધુ બેની કરી ધરપકડ:છોટાઉદેપુરની કેસર હોસ્પિટલના ડોકટર રાજુ પાસેથી બાળકોની ખરીદી કરવામા આવી હતી : અત્યારસુધી કુલ 14 આરોપીઓને ઝડપ્યા. access_time 12:39 pm IST

  • ગાંધીનગર :૧૦૦ MLD પાણી માટેના કરાર પર થશે હસ્તાક્ષર : મુખ્યમંત્રી રૂપાણીની અધ્ય્ક્ષતામાં સ્વર્ણિમ સંકુલ-૧માં કરાર અંગેના કાર્યક્રમનું આયોજન : જામનગર જોડિયામાં બનશે ૧૦૦ MLDનો પ્લાન્ટ : સૌરાષ્ટ્ર-કચ્છમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરાશે : દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવાશે access_time 12:41 pm IST