Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

એર ઇન્ડિયાની અનોખી ઓફર : માત્ર રૂ. ૧૦૦૦માં કરો પ્લેનની મુસાફરી

નવી દિલ્હી તા. ૧૭ : સરકારી એરલાઈન કંપની એર ઈન્ડિયા ૧૦૦૦ રૂપિયામાં જ મુસાફરી કરવાની તક આપી રહી છે. કંપનીની આ ઓફરનો લાભ કેટલીક ખાસ ડોમેસ્ટિક ફલાઈટ પર યાત્રા કરનાર લોકો ઉઠાવી શકે છે. જોકે, આ માટે મુસાફરો પાસે માત્ર રાત્રે જ યાત્રા કરવાનો ઓપ્શન રહેશે. સસ્તી વિમાન ટિકિટની આ ઓફરનો લાભ ૩૦ નવેમ્બરની રાતે શરૂ થતા ઉડ્ડયન માટે લઈ શકો છો.

આ ઓફર હેઠળ બેંગલુરૂ-અમદાવાદ અને અમદાવાદ બેંગલુરૂ રૂટ પર માત્ર ૧૦૦૦ રૂપિયાના બેઝિક ફેર પર ટિકિટ ઉપલબ્ધ છે. દિલ્હીથી કોઈમ્બતુર અને કોઈમ્બતુરથી દિલ્હીની ટિકિટ ૨૫૦૦ છે. આ સાથે જ દિલ્હીથી ગોવા અને ગોવાથી દિલ્હીનું ભાડું ૩૦૦૦ રૂપિયા છે.

નોંધનીય છે કે આ પહેલા એરએશિયાએ તાજેતરમાં જ ડોમેસ્ટિક ટિકિટનું વેચાણ ૩૯૯ રૂપિયા અને આંતરરાષ્ટ્રીય ટિકિટનું વેચાણ ૧,૯૯૯ રૂપિયાથી શરૂ કર્યું હતું. આ ઓફરનો લાભ મે ૨૦૧૯થી લઈ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીની મુસાફરી માટે લઈ શકો છો. આ ઉપરાંત ગો-એરે પણ ૧૩૧૩ રૂપિયાની શરૂઆતની કિંમતથી લઈને ટિકિટના વેચાણની જાહેરાત કરી હતી. આ ઓફરનો લાભ લેવાની સમયમર્યાદા ૫ નવેમ્બર ૨૦૧૮થી ૪ નવેમ્બર ૨૦૧૯ વચ્ચે હોવી જોઈએ.

(10:57 am IST)
  • કર્ણાટક :હુબલી નજીક નેશનલ હાઈવે નંબર-63 પર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોનાં મોત:10થી વધુ ઈજાગ્રસ્ત, તમામ સારવાર હેઠળ:પોલીસે તપાસ હાથ ધરી access_time 12:44 pm IST

  • રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ મસાજ સ્પા પાર્લર મા દરોડા સંદર્ભે એ ડિવિઝન પોલીસે ધરપકડ કરેલ 6 વિદેશી યુવતીઓ અને પિંકવેલ સ્પા ના સંચાલક સાગર વિશ્વકર્મા ને કોટમાં રજૂ કરાતા અદાલતે સાતેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. access_time 8:52 pm IST

  • અમદાવાદ :ગુજરાતના નવા ચીફ ઇન્કમટેક્ષ કમિશ્નર બન્યા અજયદાસ મેહરોત્રા: મુખ્ય કચેરી ખાતે સંભાળ્યો ચાર્જ: 1984 બેચ ના આઇઆરએસ અધિકારી છે અજયદાસ, :સુરત અને ગુજરાતમાં અગાઉ ફરજ બજાવી ચુક્યા છે: ઇડી, ગેલ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર ના કોર્પોરેટ મંત્રાલયમાં ફરજ બજાવી ચુક્યા છે access_time 11:15 pm IST