Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

શિલ્પા શેટ્ટીએ સાંઇ બાબાને ચઢાવ્યો સોનાનો મુગટ

શિરડી તા. ૧૭ : હાલમાં જ બોલિવૂડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીએ શિરડી જઈને સાંઈ બાબાના દર્શન કર્યા. તેની સાથે પતિ રાજ કુંદ્રા, દીકરો વિયાન, બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટી પણ ઉપસ્થિત રહ્યા હતા. બધાએ સાંઈ બાબાના આશીર્વાદ લીધા. એકટ્રેસે સાંઈ બાબાને સોનાનો મુગટ પણ ચઢાવ્યો હતો. તસવીરમાં મંદિરના પંડિત એકટ્રેસ દ્વારા ચઢાવાયેલા સોનાના મુગટને સાંઈ બાબાના મસ્તક પર પહેરાવતા નજરે પડે છે. અહીં આવેલા શિલ્પાના પરિવારે સાંઈ બાબાની પ્રાર્થના અને અર્ચના કરી હતી. એકટ્રેસ સાંઈ બાબામાં ખૂબ જ આસ્થા ધરાવે છે.

શિલ્પાએ આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું હતું, બધી વસ્તુ આપવા માટે સાંઈ તમારો આભાર. મને વિશ્વાસ અને ધૈર્ય રાખવાનું તમે જ શીખવાડ્યું છે. સાંઈ સમાધિના ૧૦૦ વર્ષને સેલિબ્રેટ કરી રહી છું. ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટી હાલમાં ફિલ્મોમાં નજર નથી આવતી. પરંતુ ટીવી પર રિયાલિટી શોને જજ કરતા જોવા મળે છે. તે ઘણા ડાંસિંગ ટીવી શોઝને હિસ્સો બની ચૂકી છે. શિલ્પા શેટ્ટી ટીવી શો ઉપરાંત ઈવેન્ટ્સ, પાર્ટી અને એવોર્ડ શોમાં જોવા મળે છે. તે પોતાના પતિ રાજ કુંદ્રા અને દીકરા વિવાન સાથે ખુશીથી લાઈફ વિતાવી રહી છે.

(10:55 am IST)