Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

શિરડી મંદિરના પુજારી ઉપર મહિલાએ મુકયો છેડછાનીનો આરોપ

પોલીસમાં ફરીયાદઃ મહિલા કહે છે પુજારીએ વાંધાજનક રીતે પકડી, ગાળો આપી સંકુલમાંથી બહાર ધકેલી

અહમદનગર, તા. ૧૭ :. શીરડી પોલીસે શીરડી સાંઈ બાબા સંસ્‍થાન ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સાંઈ બાબા મંદિરના પુજારી વિરૂદ્ધ એક શ્રધ્‍ધાળુ તરફથી છેડછાડની ફરીયાદ બાદ કેસ નોંધ્‍યો છે.

શીરડી પોલીસના પીઆઈ માઘાડેના જણાવ્‍યા પ્રમાણે આ ફરીયાદ મંદિર પરિષદના પ્રભારી રાજેન્‍દ્ર જગતાપ વિરૂદ્ધ સમીપના રહાટે ગામની સુમન વાબાલેએ નોંધાવી છે. તેમણે કહ્યુ છે કે ફરીયાદ બાદ આરોપી જગતાપ ફરાર છે. પોલીસની એક ટીમ તેની શોધખોળ કરી રહી છે.

પીડીતાના ફરીયાદ અનુસાર તે ગુરૂવારે રાત્રે કેટલાક મિત્રો સાથે સાંઈ બાબા મંદિર ગઈ હતી અને મંદિરની અંદર પ્રાર્થના કરી રહી હતી. માઘાડેના જણાવ્‍યા પ્રમાણે પીડીતાએ આરોપ મુકયો છે રાત્રે લગભગ ૮.૩૦ કલાકે જગતાપ કથીત રીતે તેની સાવ નજીક આવી ગયો હતો અને વાંધાજનક રીતે તેને પકડી લીધી હતી અને ગાળો આપી હતી અને પછી મંદિર સંકુલમાંથી બહાર કાઢી મુકી હતી. આ સિવાય જગતાપે પિડીતાને ફરીથી કદી મંદિર પરિસરમાં નહી આવવાની ધમકી પણ આપી હતી.

આ અંગે ટ્રસ્‍ટના પ્રવકતાએ કશુ કહેવાનો ઈન્‍કાર કર્યો હતો અને કહ્યુ હતુ કે પોલીસ તપાસ કરે છે. વંદના સોનુની આગેવાનીમાં પોલીસની એક ટીમ તપાસ કરી છે. જગતાપનું પગેરૂ દબાવાયુ છે.

(10:43 am IST)