Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

' ધ ચેલેન્જ ' : અંતરિક્ષમાં સૌપ્રથમવાર ફિલ્મનું શૂટિંગ કરાયું : રશિયન અભિનેત્રી તથા ફિલ્મ નિર્દેશક 12 દિવસ અંતરિક્ષમાં રોકાયા : ' ધ ચેલેન્જ ' નામક ફિલ્મના અમુક હિસ્સાનું શૂટિંગ કરાયું

મોસ્કો : રશિયન કલાકારોએ સૌપ્રથમવાર અંતરિક્ષમાં ફિલ્મનું શૂટિંગ કર્યું છે. ફિલ્મને ' ધ ચેલેન્જ 'નામ આપવામાં આવ્યું છે. જેના અમુક હિસ્સાનું અંતરિક્ષમાં શૂટિંગ કરવામાં આવ્યું છે. 12 દિવસ અંતરિક્ષમાં રોકાયા બાદ કલાકારો પરત ફરવા આંતર રાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર ઉપરથી પૃથ્વી ઉપર આવવા બપોરે રવાના થઇ ચુક્યા છે.


5 ઓક્ટોબરના રોજ અભિનેત્રી પેરેશીલ્ડ તથા ફિલ્મ નિર્દેશક શીપેકો અંતરિક્ષમાં ગયા હતા જ્યાં 12 દિવસ સુધી રોકાઈ તેમણે ફિલ્મ તૈયાર કરી છે.
અવકાશમાં ફિલ્માવાયેલા દ્રશ્યની વાર્તા મુજબ ફિલ્મમાં સર્જનની ભૂમિકા ભજવતા પેરેસિલ્ડને ક્રૂ મેમ્બરને બચાવવા માટે સ્પેસ સ્ટેશન પર જવું પડે છે. જેને અવકાશની ભ્રમણકક્ષામાં જ તાત્કાલિક ઓપરેશનની જરૂર છે. સ્પેસ સ્ટેશનમાં છ મહિનાથી વધુ સમય વિતાવનાર અવકાશયાત્રી  નોવિત્ઝકી ફિલ્મમાં બીમાર અવકાશયાત્રીની ભૂમિકા ભજવે છે. અવકાશયાન કઝાકિસ્તાનમાં ઉતરે તેવી ધારણા છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(8:23 pm IST)