Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

કબડ્ડી વીડિયો વાયરલ થતા સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ગુસ્સો આસમાને : વીડિયો ઉતારનારને આપ્યો શ્રાપ !

સાધ્વીએ કહ્યું--વિડીયો બનાવનાર રાવણ જ હશે ! જેની વૃદ્ધાવસ્થા અને આગાલો જન્મ ખરાબ જશે: વિપક્ષના નેતાઓએ કહ્યું કે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરક્યારેક વ્હીલચેરમાં, ક્યારેક ગરબા કરતા, ક્યારેક કબડ્ડી રમતા જોવા મળે છે. જો કોઈએ આનો વીડિયો બનાવ્યો હોય તો શ્રાપ આપવાની શું જરૂર

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેણે એક વ્યક્તિને રાવણ કહીને તેની વૃદ્ધાવસ્થા અને આગળનો જન્મ ખરાબ થવાનો શ્રાપ આપ્યો છે. તેમના આ નિવેદન પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે. વિપક્ષના નેતાઓએ કહ્યું કે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર (Sadhvi Pragya Singh)ક્યારેક વ્હીલચેરમાં, ક્યારેક ગરબા કરતા, ક્યારેક કબડ્ડી રમતા જોવા મળે છે. જો કોઈએ આનો વીડિયો બનાવ્યો હોય તો શ્રાપ આપવાની શું જરૂર છે.

ઠાકુરે ભોપાલના કાલી મંદિર સંકુલમાં કેટલાક ખેલાડીઓ સાથે કબડ્ડી રમી હતી. આ દરમિયાન કોઈએ તેનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. વીડિયો જોયા બાદ સાંસદનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો

ભોપાલ સાંસદે સંત નગરમાં આયોજિત દશેરાના કાર્યક્રમમાં (Dussehra program) પોતાનો ગુસ્સો ઠાલવ્યો. આ કાર્યક્રમનું આયોજન સિંધી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. ઠાકુરે કહ્યું કે, ‘હું બે દિવસ પહેલા દુર્ગા પંડાલમાં આરતી કરવા ગઈ હતી, જ્યારે મેદાન પર રમતા કેટલાક ખેલાડીઓએ મને કબડ્ડી (Kabaddi)રમવા માટે વિનંતી કરી ત્યારે હું મારી જાતને રોકી શકી નહીં. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે, હું મેદાનમાં ગઈ. આ દરમિયાન કોઈએ વીડિયો બનાવ્યો. વિડીયો બનાવનાર રાવણ જ હશે ! જેની વૃદ્ધાવસ્થા અને આગાલો જન્મ ખરાબ જશે. હું કોઈની દુશ્મન નથી, પણ જો કોઈ મને દુશ્મન માને તો હું તેના વિશે શું કરી શકું ? હાલ, સાંસદ પ્રજ્ઞા સાધ્વીના આ નિવેદનને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

(7:14 pm IST)