Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ચોથા દિવસે પણ પેટ્રોલ-ડીઝલમાં ૩૫-૩૫ પૈસાનો વધારો ઠપકારી દીધો: પેટ્રોલ-ડીઝલ કરતા વિમાનમાં વપરાતું ઇંધણ સસ્તું: ચાર દિવસમાં લિટર દીઠ લગભગ દોઢ રૂપિયાનો વધારો

સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૩૫-૩૫ પૈસાનો આજે વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ સાથે જ વિમાની ઉડ્ડયનમાં વપરાતા ઇંધણ(એવિએશન ટરબાઇન ફ્યુઅલ-એટીએફ)ની સરખામણીએ પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૩૩% ઊંચો થઈ ગયો છે. મતલબ કે વિમાની ઉડડયનનું ઈંધણ પેટ્રોલ અને ડીઝલ કરતા સસ્તુ થયું છે.. આમ છેલ્લા ચાર દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે લગભગ દોઢ રૂપિયો (રૂ.૧.૪૦પૈસાનો) વધારો કરવામાં આવ્યો છે.

(6:23 pm IST)