Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

કેરળમાં ભારે વરસાદને પરિસ્થિતી ગંભીર :9 લોકોના મોત : 12 લોકો ગાયબ NDRFની 7 ટીમો બચાવ કામમાં જોડાઈ

નવી દિલ્હી : કેરળના દક્ષિણ અને મધ્ય ભાગમાં ભારે વરસાદને કારણે ઘણી બધી જગ્યાઓ પર પૂર આવ્યું છે જેના કારણે ત્યા પુરને કારણે સૌથી ખરાબ હાલત તઈ ગઈ છે. ઘણી બધી જગ્યાઓ પર ભૂસ્ખલનને થયું છે જેના કારણે 9 લોકોના મોત પણ થયા છે. સાથેજ 12 જેટલા લોકો અહીયા લાપતા હોવાનું સામે આવ્યું છે.

પરિસ્થિતીને જોતા ગૃહમંત્રી અમિતભાઈ શાહે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ વરસાદ અને પૂરની સ્થિતી પર નિરિક્ષણ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોને શક્ય બને તેટલી મદદ કરી છે. બીજી તરફ બચાવ કાર્યોમાં પણ એનડીઆરએફની ટીમોને મોકલી દેવામાં આવી છે. સાથેજ તેમણે કહ્યુ કે સૌ કોઈ સુરક્ષીત રહે તેવી અમે પ્રાર્થના કરી રહ્યા છે.

કેરળમાં વરસાદને કારણે પરિસ્થિતી એટલી હદે ખરાબ છે કેલ રાજ્ય સરકારે બચાવ કાર્યો માટે સેનાની મદદ લેવી પડી છે. વરસાદને કારણે અહીયા ઘણા લોકોના મોત થયા છે. તો ઘણા બધા લોકો અહીયા ગાયબ થઈ ગયા છે.

મોટાભાગના ડેમ અહીયા છલોછલ ભરાઈ ગયા છે. સાથે જ ભૂસ્ખલનોને કારણે પહાડોના ઘણા નાના વિસ્તારો તેમજ નાના ગામો પણ ગાયબ થઈ ગયા છે. હવામામ વિભાગે પણ અહીયા રેડ અને ઓરેન્જ એલર્ય જાહેર કર્યુ છે સાથેજ પદનમટિટ્ટા, એર્નાકુલમ, ઈદ્દુક્કી, કોટ્ટાયમ અને ત્રિસૂરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમા 2 દિવસ આ જિલ્લાઓંમાં બારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(4:45 pm IST)