Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

UKમાં એક યુવતિ કલાઇમેન્‍ટ ચેન્‍જમાં લોકજાગૃતિ માટે ટોપલેસ થઇને ફરી રહ્યા છે

હું ટોપલેસ બનુ તેમાં લોકોને હોય શકે નહિ : સામાજિક કાર્યકરના નિવેદનથી સર્જાયો ખળભળાટ

યૂનાઈટેડ કિંગડમ  ની એક યુવતીએ એવું નિવેદન આપ્યું છે જેની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ જ જોરો-શોરોથી ચાલી રહ્યું છે. 31 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ લોરા એમહર્સ્ટ એ કહ્યું કે તે યુનાઈટેડ કિંગડમની પહેલી ટોપલેસ પ્રધાનમંત્રી બનશે. લોરા એમહર્સ્ટ પાછલા ઘણા મહિનાથી ટોપલેસ થઈને ક્લાઈમેટ ચેન્જ માટે લોકોને જાગરૂત કરવા માટે પ્રદર્શન કરી રહી છે. 

એક રિપોર્ટ અનુસાર, લોરા એમહર્સ્ટ આ સમયે Political Scienceનો અભ્યાસ કરી રહી છે. લોરા એમહર્સ્ટે કહ્યું કે હું યુનાઈટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જોનસન કરતા સારી સરકાર ચલાવી શકુ છું. મને રાજનીતિ વીશે બોરિસ જોનસન કરતા વધારે જાણકારી છે. 

લોરા એમહર્સ્ટે કહ્યું કે આ વર્ષે ગ્રેજ્યુએશનના અભ્યાસમાં મારું છેલ્લુ વર્ષ છે. આગળ હું રાજનીતિમાં જ ફોકસ કરૂશ. હું પ્રધાનમંત્રી બનવાનું પસંદ કરૂ છું. પ્રધાનમંત્રી બનીને ટોપલેસ રહીશ. હું અન્ય લોકોથી કંઈક અલગ દેખાઈશ. 

તેમણે કહ્યું કે મને નથી લાગતું કે પોતાની વાત કહેવા માટે લોકો આપત્તિ જતાવશે. હું રાજનીતિમાં મોટો ફેરફાર કરવા માંગું છુ અને હું તે કરીને રહીશ. જણાવી દઈએ કે ઈસ્ટ સસેક્સમાં લોરા એમહર્સ્ટે પહેલી વખત ટોપલેસ થઈને પ્રદર્શન કર્યું હતું. 

(4:02 pm IST)