Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ઝારખંડના રમતગમત મંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંઘને શ્રધ્‍ધાંજલી-અર્પી મૌન પણ પાડ્યું

આખરે શોશ્‍યલ મીડીયા પર માફી માગવી પડી

 

નવી દિલ્‍હી : ઝારખંડના રમત મંત્રી હફીજુલ હસન અંસારીએ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને જીવતા રહેતાજ તેમને શ્રદ્ધાંજલી આપી દીધી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ સભાને સંબોધિત કરી રહ્યા છે. જેમા તેઓ મનમોહનસિંહને મૃત જેહાર કરી રહ્યા છે.

વીડિયોમાં તેઓ મનમોહનસિંહના સન્માનમાં મૌન રહેવાની પણ વાત કરે છે. જોકે એક દિવસ બાદ તેઓ તેમની આ કરતૂત પર માફી માગે છે. જે વખતે તેમણે આ નિવેદન આપ્યું ત્યારે તે સમયે તેમણે઼ ડૉ અબ્દુલ કલામ ચોકનું ઉદ્ઘાટન કર્યું હતું બાદમાં તેમણે લોકોને સંબોધન આપ્યું હતું. જે સંબોધનમાં તેમણે ન કરવાનું કરી નાખ્યું

સંબોધન આપતી વખતે તેમણે નિવેદન આપ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું આજે નિધન થયું છે. સાથેજ તેમણે કહ્યું કે મનમોહન સિંહે દેશના વિકાસમાં 50 ટકા યોગદાન આપ્યું છે. પરંતુ મોદીજી દેશને 50 વર્ષ પાછળ લઈ ગયા છે. મનમોહનસિંહ વીશે તેમણે કહ્યું કે તેઓ આજે આપણી વચ્ચે નથી રહ્યા ઉપરાંત તેમણે સ્થળ પર હાજર લોકો પાસે 1 મિનીટનું મૌન પણ પાળવા કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ મંત્રી ઘણા ટ્રોલ થયા હતો. જેથી તેમણે ફરી વીડિયો અપલોડ કરીને લોકો સમક્ષ માફઉી માગી. સાથેજ મનમોહનસિંહ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના પણ તેમણે કરી હતી. જોકે હાલ તેઓ ડેન્ગ્યૂને કારણે દિલ્હીના એઈમ્સ હોસ્પિટલમાં દાખલ છે ઉપરાંત તેમની તબિયતમાં પણ ઘણો સુધારો છે.

(4:01 pm IST)