Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

દેશની જનતાએ હવે મોંઘવારી સહન કરવા તૈયાર જ રહેવું પડશે

આજે પેટ્રોલના ભાવ વધારા સાથે કેન્‍દ્રીય પેટ્રોલીયમ મંત્રીએ સાફ-સફા જણાવ્‍યું કે હવે પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફારને અવકાશ નથી

નવી દિલ્‍હી : દેશમાં રોજ પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. ત્યારે આજે ફરીથી સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આવા સમયે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ ઈશારો કરી દીધો છે કે હાલ  પેટ્રોલ કે ડિઝલના ભાવમાં કોઈ ઘટાડો જોવા નહી મળે.

સરકારી તેલ કંપનીઓ દ્વારા ઈંધણના ભાવમાં વધારો કરતા પેટ્રોલ ડિઝલના ભાવમાં 35 પૈસા જેટલો વધારો થયો છે. હાલ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 105.84 રૂપિયા છે જ્યારે ડિઝલનો ભાવ 94.57 રૂપિયા છે. તો બીજી તરફ સાંભળીને તમને નવાઈ લાગશે કે પેટ્રોલના ભાવ મુંબઈમાં 111.77 રૂપિયા તો અને ત્યા ડિઝલના ભાવ 102.52 રૂપિયા પહોચી ગયો છે. 

કલકત્તામાં પણ પેટ્રોલના ભાવ 106.43 રૂપિયા પહોચી ગયો છે. જ્યારે ડિઝલનો ભાવ 97.668 રૂપિયા પહોચી ગયો છે. જ્યારે ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 103.01 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 98.92 રૂપિયા પહોચી ગયો છે. 

ઉલ્લેખનીય છે કે કેન્દ્રી. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૈસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે વધતા ભાવોને લઈને ઈશારામાં કહી દીધું કે હાલ દેશમાં પેટ્રોલના ભાવ નહી ઘટવાના. જોકે પેટ્રોલના વધતા ભાવને કારણે હાલ સામાન્ય માણસોને ઘણી તકલીફ પડી રહી છે. તેવામાં હજું પણ ભાવ નહી ઘટે એટલે લોકોને હજુ વધારે તકલીફ પડી શકે છે. 

(4:00 pm IST)