Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

વિદેશ મંત્રી એસ જયશંકર આજથી ઇઝરાયલના 5 દિવસના પ્રવાસે જવા રવાના

વિદેશમંત્રીની આ પ્રથમ મુલાકાત રસપ્રદ રહેશે

નવી દિલ્હીભારતના વિદેશ મંત્રી એસ જયશંકર આજથી ઇઝરાયલની પાંચ દિવસની મુલાકાતે જશે. જ્યાં તેઓ દ્વિપક્ષીય સંબંધો પર ઉચ્ચ સ્તરીય બેઠક કરશે.વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, વિદેશ મંત્રી 17-21 ઓક્ટોબર દરમિયાન ઇઝરાયલની સત્તાવાર મુલાકાત કરશે. તેઓ ઇઝરાયલના વિદેશ મંત્રી યાયર લેપિડના આમંત્રણ પર મુલાકાત લઇ રહ્યા છે.

વિદેશ મંત્રી તરીકે જયશંકરની આ પ્રથમ ઇઝરાયલ મુલાકાત છે, મંત્રાલયે જણાવ્યું હતું. આ દરમિયાન તેઓ તેમના ઇઝરાયલી સમકક્ષ યાર લેપિડ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ઇઝરાયેલમાં નફતાલી બેનેટની સરકારની રચના બાદ ભારત તરફથી આ પ્રથમ મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય મુલાકાત હશે.

જયશંકર તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ, પ્રધાનમંત્રી નફતાલી બેનેટ અને નેસેટ સંસદના સ્પીકર સાથે પણ મુલાકાત કરશે. ભારત અને ઇઝરાયલે જુલાઇ 2017 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક જોડાણમાં રૂપાંતરિત કર્યા હતા.

મંત્રાલયે કહ્યું કે ત્યારથી બંને દેશોએ જ્ઞાન આધારિત જોડાણને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આમાં, નવીનતા અને સંશોધન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને મેક ઇન ઇન્ડિયાકાર્યક્રમને વેગ આપી રહ્યો છે.

(3:02 pm IST)