Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

મોંઘવારે સામે ફરી કેન્‍દ્રને આડેહાથ લેતા રાહુલ ગાંધી

ટવીટર પર શેર કર્યો આર્ટિકલ લખ્‍યુ ‘‘સબકા વિનાશ મહેગાઇ કા વિકાસ’’

 

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત મોંઘવારીને લઇને મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે, તેમણે ટ્વીટ કરી એક આર્ટિકલ શેર કરીને લખ્યુ, “સબકા વિનાશ, મહંગાઇ કા વિકાસ’. આ આર્ટિકલમાં કહેવામાં આવ્યુ છે કે જો સરકાર ટેક્સ ના વધારતી તો પેટ્રોલની કિંમત 66 રૂપિયા અને ડીઝલની કિંમત 55 રૂપિયા હોત. આ સમાચારને શેર કરતા તેમણે કહ્યુ કે બધાનો વિનાશ થઇ રહ્યો છે અને દેશમાં માત્ર મોંઘવારીનો જ વિકાસ થઇ રહ્યો છે.

રાહુલ ગાંધી સતત મોંઘવારીને લઇને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટર પર પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યુ હતુ કે મોદી સરકાર માટે જીડીપી વધવાનો અર્થ ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો છે, તેમણે કહ્યુ હતુ કે મોદીજી કહેતા રહેતા હતા કે જીડીપી વધી રહી છે, નાણા મંત્રીનું કહેવુ છે કે જીડીપી ઉપર પ્રોજેક્શન દેખાઇ રહ્યુ છે, ત્યારે મને સમજમાં આવ્યુ કે જીડીપીથી તેમનો શું અર્થ છે. તેમનો અર્થ છે ગેસ-ડીઝલ-પેટ્રોલ, તેમણે આ ભ્રમ છે.

દેશના કેટલાક શહેરમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાની પાર થઇ ગઇ છે. દેશમાં રોજ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ આમ આદમીની આમદની પર અસર નાખી રહ્યા છે. તમને જણાવી દઇએ કે પેટ્રોલ-ડીઝલની ઉંચી કિંમતમાં મોટો ભાગ સરકાર દ્વારા તેમની પર લગાવવામાં આવતો ટેક્સ પણ છે.

આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પેટ્રોલ, ડીઝલ અને રસોઇ ગેસના ભાવમાં સતત થઇ રહેલા વધારાને લઇને કેન્દ્ર સરકારને ઘેરી હતી, તેમણે કહ્યુ હતુ કે તેલની વધતી કિંમતને કારણે વધતી મોંઘવારીથી જનતા તંગ આવી ગઇ છે અને ભાજપના કુશાસનને હવે તે જ ખતમ કરશે.

(2:42 pm IST)