Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

હિન્દૂ સમાજ પાર્ટી પ્રેસિડન્ટ કમલેશ તિવારીની હત્યાના આરોપી મોહસીન શેખની જામીન અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી : નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ ઓક્ટોબર 2019 માં ધરપકડ થઇ હતી

અલ્હાબાદ : નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ ઓક્ટોબર 2019 માં ધરપકડ કરાયેલા મોહસીન સલીમ શેખની જામીન અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દીધી છે.તેના ઉપર હિન્દૂ સમાજ પાર્ટીના પ્રેસિડન્ટ કમલેશ તિવારીની હત્યાનો તથા તે માટે ષડયંત્ર રચવાનો આરોપ છે.

આ અગાઉ તેની ધરપકડ અને અટકાયતની મુદત 1 જુલાઈ 2021 ના રોજ પુરી થઇ ગયા બાદ તેણે જામીન અરજી કરી હતી.જે નામંજૂર કરવામાં આવી છે.જેના કારણમાં જણાવાયા મુજબ આરોપી વિરુદ્ધ કાર્યવાહી હજુ ચાલુ હોવાથી  તેને છૂટો મુકવો વ્યાજબી નથી.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:59 pm IST)