Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

દુર્ગા વિસર્જનના જૂલુસમાં પૂરપાટ આવતી મોટરે અનેકને હડફેટે લીધા: ૩ની ગંભીર સ્થિતિ: કાર રિવર્સમાં લઇ ચાલક રફુચક્કર

મધ્યપ્રદેશના ભોપાલમાં દુર્ગા વિસર્જનના જુલૂસમાં ઝડપથી આવતી કાર અચાનક ભીડમાં ઘુસી ગઇ હતી જેને કારણે ભાગદોડ મચી ગઇ હતી અને ડ્રાઇવર કારને ઝડપથી રિવર્સ કરીને ભાગી ગયો હતો. આ દરમિયાન ૭ લોકો કારની હડફેટે  આવ્યા હતા જેમાંથી ૩ની હાલત ગંભીર છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં લોકો કાર ડ્રાઇવરને પકડવા માટે દોડી રહેલ દેખાય છે. ગુસ્સે થયેલી ભીડે હંગામો મચાવ્યો હતો. સ્થિતિ બગડતી જોઇ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટના ભોપાલના બજરિયામાં ગઈકાલે શનિવારે રાત્રે ૧૧ વાગ્યાની છે.

(2:06 pm IST)