Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ચીન સામે લડી લેવાના મિજાજ સાથે તાઇવાને અમેરિકા પાસે માંગ્યા આધુનિક એફ-૧૬ ફાઇટર જેટ

ઝડપથી ડીલેવરી આપવા પણ કહેણ મોકલાયું છે

નવી દિલ્હી : ચીન સાથે લડી લેવાના મિજાજ સાથે  તાઇવાને અમેરિકા પાસે આધુનિક એફ-૧૬ ફાઇટર જેટ માંગ્યા છે.

પ્રાપ્‍ત  માહિતી મુજબ ચીનથી વધતા ખતરાને ધ્‍યાનમાં રાખતા તાઇવાને અમેરિકા પાસે જેમ બને તેમ જલદી F-16ફાઇટર જેટસની માંગણી કરી રહ્યું છે. હવે તાઇવાને ચીન સાથે આ પાર કે પેલે પાર કરી નાખવાનું મન બનાવી નાખ્‍યું છે. આ જ કારણ છે કે પોતાની સુરક્ષા કારણસર તે પહેલા કરતા વધુ તૈયાર દેખાઇ રહ્યું છે. ચીની ફાઇટર જેટસની ઘુસણખોરી અને ડ્રેગનના વધતા જોખમ વચ્‍ચે રિપોર્ટ સામે આવ્‍યો છે કે તાઇવાનના અધિકારીઓઅે અમેરિકા પાસે તાઇપેને અમેરિકી નિમિત્તે F-16 ફાઇટર જેટની ડિલ્‍ીવરીમાં ઝડપી લાવવાનો આગ્રહ કર્યો છે.  

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના પ્રશાસને તાઈવાનના અધિકારીઓ સાથે તાઈવાનને અમેરિકી નિર્મિત એફ-16ની ડિલિવરીમાં ઝડપ લાવવાની સંભાવનાર પર ચર્ચા કરી છે. અત્રે જણાવવાનું કે 2019માં તાઈવાને અમેરિકા પાસેથી F-16 ફાઈટર જેટ ખરીદવા માટે ડીલ કરી હતી. જે લગભગ 10 વર્ષમાં પૂરી થશે.

રિપોર્ટમાં કહેવાયું છે કે 22 ફાઈટર જેટ્સના વેચાણને 2019માં મંજૂરી અપાઈ હતી. પરંતુ ચીનની ઉશ્કેરણી અને જોખમને ધ્યાનમાં રાખતા તાઈવાનને વાસ્તવિક ડિલિવરીના સમયમાં ઝડપ આવવાની આશા છે. જેમાં સામાન્ય રીતે 10 વર્ષ સુધીનો સમય લાગી શકે છે. આ ડેવલપમેન્ટ એવા સમયે આવ્યું છે કે જ્યારે પેન્ટાગન ઈન્ડો-પેસેફિક કમાન્ડ વધતી ચિંતા દેખાડી રહ્યા છે કારણ કે ચીને પોતાની સેનાનું ઝડપથી આધુનિકીકરણ કર્યું છે અને તાઈવાનને ધ્યાનમાં રાખતા પતોાની તાલિમમાં સુધારો કર્યો છે.

તાઈપે ટાઈમ્સે તાઈવાનના રક્ષા મંત્રાલયના આંકડાનો હવાલો આપતા કહ્યું કે લગબગ 150 ચીની પીપલ્સ લિબરેશન આર્મીના સૈન્ય વિમાનોએ 1-5 ઓક્ટોબરમાં તાઈવાનના એરસ્પેસમાં ઘૂસણખોરી કરી છે. આ બેઈજિંગ તરફથી છેલ્લા કેટલાક દિવસમાં તાઈવાનમાં સૌથી મોટી ઘૂસણખોરી છે. આ ઘૂસણખોરી એવા સમયે થઈ કે જ્યારે ચીને તાઈવાન પર સંપૂર્ણ સાર્વભૌમત્વનો દાવો કર્યો. તાઈવાન અને ચીનના પુર્ન: એકીકરણની જોરદાર વકીલાત કરતા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાજેતરમાં કહ્યું હતું કે 'તાઈવાન પ્રશ્ન' નો મુદ્દો ઉકેલી લેવાશે અને તેને ફરીથી ચીનમાં ભેળવી દેવાશે.

જો કે ચીની રાષ્ટ્રપતિના નિવેદનનો જડબાતોડ જવાબ આપતા તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ વેને કહ્યું હતું કે તાઈવાન ચીનના કોઈ પણ પ્રકારના દબાણ આગળ ઝૂકશે નહીં અને પોતાના લોકતાંત્રિક જીવનની રક્ષા કરશે. તાઈવાનના રાષ્ટ્રીય દિવસના અવસરે રાષ્ટ્રપતિએ એક ભાષણમાં કહ્યું કે અમે જેટલું વધુ મેળવીએ છીએ, ચીન તરફથી એટલા જ વધુ દબાણનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે કોઈ પણ તાઈવનને ચીનના બનાવેલા રસ્તે ચાલવા માટે મજબૂર કરી શકે નહીં. તેમણે તાઈવનને 'લોકતંત્રની રક્ષાની પહેલી પંક્તિ પર ઊભેલું' ગણાવ્યું. તાઈવાનના રાષ્ટ્રપતિનું નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે ચીન તરફથી સતત હવાઈ ઘૂસણખોરીની નાપાક હરકત થઈ રહી છે અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાઈવાનના એકીકરણની વકીલાત કરી છે.

તાઈવાન અને ચી 1949માં ગૃહ યુદ્ધ વચ્ચે તે સમયે અલગ થઈ ગયા હતા જ્યારે માઓ જેદોંગના નેતૃત્વમાં દેશના મુખ્ય ભાગ પર સામ્યવાદીઓ (કમ્યુનિસ્ટ)ની સત્તા આવ્યા બાદ સત્તારૂઢ નેશનલિસ્ટ પાર્ટીના લોકો ભાગીને આ દ્વિપ પર જતા રહ્યા હતા. ત્યારબાદથી તાઈવાનમાં સ્વશાસન છે અને ચીને તેને માન્યતા આપવાનો ઈન્કાર કર્યો છે.

(12:55 pm IST)