Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

દેશામાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી આમ નાગરિકો પરેશાન

આજે પણ પેટ્રોલ ડીઝલના ભાવો ફરી વધ્યાઃ હવે ઘેર બેઠા એસએમએસ કંપનીને ભાવ જાણી શકાશેઃ દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ સાથે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પણ મોંઘી થતા આમ પ્રજાની પરેશાનીમાં પણ વધારો થયો છે

નવી દિલ્‍હી : આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે, રોજ વધતા ભાવના કારણે સામાન્ય લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે, વાહન ચલાવવા મોંઘ બનતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે પણ પેટ્રોલના ભાવમાં 34 પૈસાનો અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી વધારો જોવા મળી રહ્યો છે, રાજ્યમાં ઈંધણના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવતા નાગરિકોને રોવાનો વારો આવ્યો છે. શહેરમાં આજે પેટ્રોલમાં 34 પૈસા અને ડીઝલમાં 38 પૈસાનો વધારો થયો છે. જો વાત કરવામાં આવે તો પેટ્રોલના ભાવમાં ગઈ કાલ જેટલો જ ભાવ વધારો થયો છે જેમાં અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 102.55 રૂપિયા થયા છે તો ડીઝલના ભાવ 101.92 રૂપિયા થયા છે. વડોદરામાં પેટ્રોલનો ભાવ 102.19 રૂપિયા પ્રતિલિટર તો ડીઝલનો ભાવ 101.57 રૂપિયા પ્રતિલિટર પહોંચ્યો છે.
રાજ્યના મોટા શહેરમાં ભાવ પણ આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં પેટ્રોલ 102.45 રૂપિયા મોંઘુ થયું છે જ્યારે ડીઝલના ભાવ 101.85 રૂપિયા મોંઘુ થયું છે. જ્યારે ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 103.64 રૂપિયા થયો છે તો ડીઝલના ભાવ 103.64 રૂપિયા થયો છે. આ તરફ જામનગરામાં પેટ્રોલનો ભાવ 102.37 રૂપિયા પતિ લિટર મળી રહ્યું છે તો ડીઝલનો ભાવ 101.75 રૂપિયા પતિ લિટર મળી રહ્યું છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ પેટ્રોલનો ભાવ આસમાને પહોંચ્યો છે જ્યાં પેટ્રોલ 102.77 રૂપિયા પ્રતિલિટર તો ડીઝલના 102.14 રૂપિયા પ્રતિલિટર મળી રહ્યું છે, મહેસાણામાં પણ પેટ્રોલનો ભાવ 102.66 રૂપિયા જોવા મળી રહ્યો છે તો ડીઝલનો ભાવ 102.07 રૂપિયા પતિ લિટર થયો છે
હકીકતમાં સરકારે 30 સપ્ટેમ્બરે નેચરલ ગેસ એટલે કે ડોમેસ્ટિક ગેસની કિંમતમાં 62 ટકાના ધરખમ વધારાની જાહેરાત કરી હતી. ઓક્ટોબર-માર્ચના 6 મહિના (ઓક્ટોબર-2021થી માર્ચ-2022) માટે નેચરલ ગેસની કિંમત વધીને હવે 2.90 ડોલર પ્રતિ મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ) થઈ ગઈ છે, જ્યારે એપ્રિલ-સપ્ટેમ્બર, 2021 ના 6 મહિનાના સમયગાળા માટે આ કિંમત પ્રતિ એમએમબીટીયુ 1.79 ડોલર હતી.

આ રીતે જાણી શકાશે પેટ્રોલ ડીઝલના ભાવ

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.

(12:30 pm IST)