Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

બે રાજયો વચ્ચે જોડાયેલ રેલ્વે સ્ટેશન ટ્રેન થોભે ત્યારે ટ્રેનનો ભાગ બે રાજયો વચ્ચે વહેચાય જાય છે

ટ્રેનનો અડધો ભાગ એમ.પી.માં તો અડધો ભાગ રાજસ્થાનમાં રહે છે

મુંબઈ : દિલ્હી-મુંબઈ રેલવે લાઈન પર એક એવું પણ સ્ટેશન પણ છે જે બે રાજ્યો સાથે જોડાયેલું છે. જી હાં આ રેલવે સ્ટેશન ઝાલાવાડ જિલ્લા અને રાજસ્થાનના કોટા વિભાગમાં આવે છે. ભવાની મંડી રેલવે સ્ટેશન કરીને એક સ્ટેશન આવેલું છે કે જે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને રાજ્યોમાં વહેંચાયેલું છે. કદાચ આ વાત સાંભળીને આશ્ચર્ય થાય પરંતુ આ વાત સાચી છે. આ સ્ટેશન પર ટ્રેનનું એન્જિન એક રાજ્યમાં અને ટ્રેનનો ગાર્ડ ડબ્બો બીજા રાજ્યમાં ઉભો છે. આ રેલવે સ્ટેશન પર રાજસ્થાનનું બોર્ડ રેલવે સ્ટેશનના એક છેડે અને મધ્યપ્રદેશ રાજ્યનું બોર્ડ બીજા છેડે જોવા મળે છે.

જ્યારે આ સ્ટેશન પર ટ્રેન ઉભી રહે છે ત્યારે તે ટ્રેન અડધી મધ્યપ્રદેશમાં અને અડધી રાજસ્થાનમાં હોય છે. આ ભવાની મંડી સ્ટેશન રાજસ્થાન અને એમપીની સરહદ પર સ્થિત હોવાને કારણે ઘણી રીતે વિશેષ છે.

(12:30 pm IST)