Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં લેસ્ટરે ૪-૨થી માંચેસ્ટર યુનાઈટેડને હરાવ્યું

માંચેસ્ટર સિટીએ ૨-૦થી બર્નલે સામે જીત હાસંલ કરી:લીવરપૂલે શાનદાર દેખાવ જારી રાખતાં ૫-૦થી વેટફોર્ડને મહાત કર્યું

લંડન : ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં માંચેસ્ટર યુનાઈટેડને વધુ એક હારનો સામનો કરવો પડયો હતો. લેસ્ટરે ૪-૨થી હાઈવોલ્ટેજ મેચમાં માંચેસ્ટર યુનાઈટેડને હરાવ્યું હતુ. જ્યારે માંચેસ્ટર સિટીએ ૨-૦થી બર્નલે સામે જીત હાસંલ કરી હતી. લીવરપૂલે શાનદાર દેખાવ જારી રાખતાં ૫-૦થી વેટફોર્ડને મહાત કર્યું હતુ.

રોનાલ્ડોની હાજરી પણ યુનાઈટેડને જીત માટે પ્રેરણા આપી શકી નહતી. ગ્રીનવૂડે ૧૯મી મિનિટે યુનાઈટેડને સરસાઈ અપાવી હતી. જોકે, ટાઈલેમાન્સે ૩૧મી અને સોયુન્કુએ ૭૮મી મિનિટે ગોલ ફટકારતાં લેસ્ટરને સરસાઈ અપાવી હતી. રશ ફોર્ડે ૮૨મી મિનિટે યુનાઈટેડને બરોબરી અપાવી તેની એક જ મિનિટ બાદ જેરેમી વાર્ડીએ ટીમને સરસાઈ અપાવી હતી. આખરે ઈન્જરી ટાઈમમાં ડૅકાના ગોલને સહારે લેસ્ટર ૪-૨થી જીત્યું હતુ.

લીવરપૂલે ફાર્મિનોની ગોલ હેટ્રિક તેમજ સાદિયો માને અને સાલાહના ૧-૧ ગોલને સહારે ૫-૦થી વેટફોર્ડને હરાવ્યું હતુ. માંચેસ્ટર સિટીએ સિલ્વા અને ડી બુ્રયનના ગોલને સહારે ૨-૦થી બર્નલે સામે જીત હાંસલ કરી હતી. વોલ્વેસ ૩-૨થી એસ્ટન વિલા સામે અને સાઉથમ્પ્ટન ૧-૦થી લીડ્સ યુનાઈટેડ સામે જીત્યું હતુ. નોર્વિચ સિટી અને બ્રિગ્ટનની મેચ ૦-૦થી ડ્રો રહી હતી.

(12:25 am IST)