Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

મુંબઇના કાંદીવલીમાં ઉંચી ઇમારત ઉપર જોખમી સ્ટંટ કરનાર યુવકની ધરપકડ

કાંદિવલીના એક હાઇરાઇઝ બિલ્િંડગમાં જીવલેણ નીવડી શકે એવા સ્ટંટ કરતા યુવાનનો વિડિયો વાઇરલ થયા પછી પોલીસે તેની અને તેના બે સાથીદારોની ધરપકડ કરી છે. કાંદિવલી (વેસ્ટ)માં આવેલા ૨૩ માળના એક એસઆરએ બિલ્ડિંગના ટોપ ફલોરના ખુલ્લા ભાગમાંથી સાવ પાતળા સ્લેબ પર ઉતરીને હેન્ડસ્ટેટ એટલે કે હાથ પર ઉભા રહેવાનો સ્ટંટ કરતા નોમન ડિસોઝાની પોલીસે ધરપકડ કરી હતી. નોમનનો આ સ્ટંટ તેના સાથીદારોએ ફિલ્માવ્યો હતો અને પછી એને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં  આવ્યો હતો. નોમનના બન્ને સાથીદારોને પણ પોલીસે પકડ્યા હતા.

(2:48 pm IST)