Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

બિહારનો ચૂંટણી ચકરાવો : પટનાની બાંકીપુર સીટથી પુષ્પમ પ્રિયા વિરૂધ્ધ ચૂંટણી લડશે શત્રુધ્ન સિન્હાના પુત્ર લવ

નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસએ રાજનેતા શુત્રધ્નસિન્હાના પુત્ર લવ સિન્હાને પટનાની બાંકીપુર સીટથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ સીટ પર લવનો સામનો નવગઠિત ''પ્લુરલ્સ'' પાર્ટીની અધ્યક્ષ અને સીએમ ઉમેદવાર પુષ્પમ પ્રિયા ચૌધરી અને બીજેપીના નિતિન નવીનથી થશે. જયારે નિતિન બાંકીપુર સીટથી સતત ત્રણ વખતથી ચૂંટણી જીતતા આવ્યા છે.

(9:41 pm IST)