Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

બ્રિટન અને યુરોપિયન પરિષદ વચ્ચે બ્રેક્ઝિટ પર સહમતી બની: નવી યોજના તૈયાર કરાઈ

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું કે હવે બ્રિટનને આગળ વધવાની તક મળશે

બ્રિટનમાં વડાપ્રધાન બોરિસ જોનસન અને યુરોપીય પરિષદના અધ્યક્ષે જાહેર કર્યું કે બ્રેક્ઝિટ પર સહમતી બની ગઈ છે. ત્યારે ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સાંસદોને બ્રેક્ઝિટ પસાર કરવા અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે અમે એક નવી યોજના તૈયાર કરી છે. જે ફરીથી સટીક કામ કરશે.

       હવે સંસદે શનિવારે બ્રેક્ઝિટ પસાર કરવાની દિશામાં આગળ વધવું પડશે જેથી આપણે અપરાધ, પર્યાવરણ, એનએનએસ જેવા મુદ્દા પર ધ્યાન આપી શકીએ. જો કે તેની  મંજૂરી માટે યુરોપીય બ્રિટિશ સંસદની મંજૂરીની જરૂર પડશે. સોદાથી ઉત્સાહિત જોનસને કહ્યું કે હવે બ્રિટનને આગળ વધવાની તક મળશે. હવે માત્ર સંસદ શનિવારે તેને પસાર કરી દે.. મહત્વનું છે કે બ્રેક્ઝિટ સોદાને કારણે પૂર્વ તત્કાલિન વડાપ્રધાન મે ટેરીઝાએ પદ છોડવું પડ્યું હતું.

(11:13 pm IST)