Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

બિહારના રાજ્યના કર્મચારીઓએ દિવાળી પહેલા પ ટકા મોંઘવારી ભથ્થુ મળી જશે

નવી દિલ્હી: બિહારના રાજ્ય કર્મચારીઓને દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળી જશે. બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં પોતાના કર્મચારીઓને દિવાળી અને છઠ પૂજાની ભેટ આપશે. તેમણે કહ્યું કે કર્મચારીઓને ઓક્ટોબર મહિનાનો પગાર 5 ટકા વધારાના મોંઘવારી ભથ્થા સાથે મળશે.

કેટલો થશે વધારો

આ વખતે કેંદ્વીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 5%નો વધારો થયો છે, જે 3 વર્ષમાં સૌથી વધુ છે. તેનું કારણ જાન્યુઆરીથી જૂન 2019 દરમિયાન AICPI માં મોંઘવારીમાં વધારો છે. જાન્યુઆરીના જૂનના AICPI ના આંકડામાં મોંઘવારી 5% વધી છે. તેનાથી દરેક કર્મચારીના પગારમાં 900 રૂપિયાથી માંડીને 12500 રૂપિયા દર મહિને વધારો થશે. 

25 ઓક્ટોબરે થઇ જશે પગાર

દીપાળી અને છઠ પૂજા પહેલા6 25 ઓક્ટોબરના રોજ પગાર આપવાનું શરૂ કરવાને લઇને દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે મહિનાની પહેલી તારીખે પગાર આવે છે પરંતુ બે મોટા તહેવારોને જોતાં તે પહેલાં જ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેટલો પડશે બોજો

મોદીએ કહ્યું કે કેંદ્વ સરકારની તર્જ પર રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓ, પેંશનધારકોને પાંચ ટકા વધારાનું મોંઘવારી ભથ્થું આપવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આ સંબંધમાં નાણા વિભાગને દિશા-નિર્દેશ આપ્યા છે. વધારાના મોંઘવારી ભથ્થાના લીધે રાજ્ય સરકારના ખજાના પર 1,048 કરોડ રૂપિયાનો બોજો પડવાનું અનુમાન છે.

(5:39 pm IST)