Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

હરિયાણામાં ચુંટણી પ્રચારમાં અમિતભાઇની ફાટકાબાજીઃકોંગ્રેસની સરકાર એટલે ગાંધી પરીવારના જમાઇની દલાલી કરતી સરકાર

નવી દિલ્હી,તા.૧૭: હરિયાણાના પાણીપતની રેલી દરમ્યાન ભાજપા પ્રમુખ અમિત શાહે કોંગ્રેસ પર બરાબર નિશાન તાકતા કહ્યું કે કલમ ૩૭૦ હટાવવા બાબતે રાહુલ ગાંધી આપેલા બયાનનો ઉપયોગ પાકિસ્તાને કર્યો હતો. રાહુલ ગાંધી અને પાકિસ્તાનની ભાષા એક સરખી તાકતા કહ્યું કે કોંગ્રેસની સરકાર ૩ડી પર ચાલે છે. પહેલો ડી એટલે દરબારી, બીજો ડી એટલે દામાદ  અને ત્રીજો ડી એટલે દામાદના દલાલો અમિત શાહે હરિયાણાની ભુપેન્દ્રસિંહ હુડ્ડા સરકાર અંગે કહ્યું કે હરિયાણાના લોકોએ હુડ્ડા સરકારમાં થયેલા કામો ગણાવ્યા હતા. અમિત શાહે રેલીમાં કહ્યું હતું કે તમે ભ્રષ્ટાચાર કરનારી, ગાંધી પરિવારના જમાઇની દલાલી કરનારી સરકાર ઇચ્છો છો કે વિકાસ કરનારી સરકાર ઇચ્છો છો? જો તમે મજબુત સરકાર ઇચ્છતા હો, ભ્રષ્ટ્રાચાર મુકત સરકાર ઇચ્છતા હો તો મોદીજીના નેતૃત્વમાં કમળના ફુલ નિશાનવાળી મનોહર લાલ સરકાર બનાવો.

ઉલ્લેખનીય છે કે હરિયાણામાં ૨૧ ઓકટોબરે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. ૨૪ ઓકટોબરે મતગણતરી થશે. અને પરિણામ આવશે. હરિયાણામાં ૧ કરોડ ૨૮ લાખ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે.

(3:38 pm IST)