Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ઓબીસીની વસ્તી ૫૦ ટકાથી વધારે હોવાથી તેમને અનામત વધારેઃ કમલનાથ સરકારનો જવાબ

જબલપુરઃ કમલનાથની સરકાર દ્વારા ઓબીસી અનામતને ૧૪ ટકાથી વધારીને ૨૭ ટકા કરવા સામે મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં થયેલી અરજીમાં સરકાર તરફથી જવાબ આવી ગયો છે. કમલનાથ સરકારે દલીલ કરી છે કે મધ્યપ્રદેશમાં પછાત વર્ગની વસ્તી ૫૭ ટકાથી વધારે છે એટલે તેમણે અનામત પણ ૧૪ ટકાથી વધારીને ૨૭ ટકા કરી દીધુ છે. ૫૦૦ પાનાના બયાનમાં કમલનાથ સરકારે એવું સાબીત કરવાનો પ્રયત્ન કર્યો છે કે મધ્યપ્રદેશમાં પછાત વર્ગના લોકો અનુસૂચિત જાતિના લોકો જેટલા જ પછાત છે.

મધ્યપ્રદેશ હાઇકોર્ટના કડક વલણ પછી સરકારે ઓબીસીને અપાયેલ ૨૭ ટકા અનામત મુદે પ૦૦ પાનાો જવાબ અદાલતમાં રજૂ કર્યો છે. સુનાવણી દરમ્યાન સરકારે પોતાના જવાબમાં જણાવ્યું કે મધ્યપ્રદેશમાં અન્ય પછાત વર્ગની વસ્તી ૫૧ ટકાથી પણ વધારે છે. રાજયમાં વધી ગયેલ વસ્તી અને સામાજીક, આર્થિક પછાતપણાના કારણે ઓબીસી વર્ગના અનામતને ૧૪ થી વધારીને ૨૭ ટકા કરાઇ છે. સરકારે અનામત વધારવાનું મૂળ કારણ ઓબીસી વર્ગનું પછાતપણું દુર કરવાનુંં જણાવ્યુ છે. સરકારના જવાબને હાઇકોર્ટના રેકોર્ડમાં લઇ લેવાયો છે. કેસમાં દલીલ માટે અરજીકર્તા દ્વારા સમયની માંગણી કરવામાં આવતા કોર્ટે કેસની આગામી સુનાવણી બે સપ્તાહ પછી રાખી છે.

(3:37 pm IST)