Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

પશુધન ગણતરી

મોદી રાજમાં વધી ગાયોની સંખ્યાઃ ૧૮ ટકાનો વધારો નોંધાયો

ગૌવંશ, ભેંસ, મરઘા-મરઘી ઘેટૂ અને બકરીઓની સંખ્યા વર્ષ ૨૦૧૨ની સંરખામણીએ વધી છેઃ જયારે ઘોડા, ગધેડા, ઊંટ, ભુંડની સંખ્યા ઘટી છે

નવી દિલ્હી, તા.૧૭: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારમાં ગાયોની સંખ્યામાં વધારો થયો છે. દેશના ૬.૬ લાખ ગામ અને ૮૯ હજાર શહેરી વિસ્તારના વોર્ડમાં કરવામાં આવેલી પશુધન ગણતરી (ન્જ્ઞ્રુફૂસ્નદ્દંણૂત્ત્ ઘ્ફૂઁસ્ન્યસ્ન ૨૦૧૯)ના આંકડા સરકારે જાહેર કર્યા છે. તમને જણાવી દઇએ કે દેશમાં ગાયોની સંખ્યા કેટલી છે?

દેશમાં કુલ પશુધનની સંખ્યા ૫૩.૫ કરોડ છે, ગૌવંસ ૧૯.૨ કરોડ, ગાયની સંખ્યા ૧૪.૫ કરોડ, આખલો કે બળદ ૪.૭ કરોડ, ભેંસ ૧૦.૯ કરોડ, બકરી ૧૪.૮ કરોડ, દ્યેટૂં ૭.૪ કરોડ, ભૂંડ ૯૦ લાખ, દ્યોડા ૩.૪ કરોડ, ઊંટ ૨.૫ લાખ, મરદ્યા-મરદ્યી ૮૫ કરોડ, ખચ્ચર ૮૪ હજાર અને ગધેડા ૧.૨ લાખ છે.

ગૌવંશ, ભેંસ, મરદ્યા-મરદ્યી દ્યેટૂ અને બકરીઓની સંખ્યા વર્ષ ૨૦૧૨દ્ગક સંરખામણીએ વધી છે. જયારે દ્યોડા, ગધેડા, ઊંટ, ભુંડની સંખ્યા ઘટી છે. તેમાંથી સૌથી વધારે ગધેડાની સંખ્યા દ્યટી છે. ૨૦૧૨માં ગધેડાની સંખ્યા ૩.૨ લાખ હતી. જયારે તેની સરખામણીએ ૬૧ ટકાનો ઘટાડો નોંધાયો છે.

આખલો કે બળદની સંખ્યા પણ ઘટી છે. અગાઉની ગણતરીમાં ૬.૭ કરોડની સંખ્યા હતી. જો કે સ્થાનિક જાતિના ગોવંશ ૧૫.૧ કરોડ હતા જે હવે ૧૪.૨ કરોડ છે. દેશી ગાય હવે ૯.૮ કરોડ છે અને દેશી બળદ કે આખલો ૪.૩ કરોડ છે. જોવામાં આવ્યું છે કે, વિદેશી બ્રાન્ડના ગૌવંશ ૩.૯ કરોડથી વધીને ૫ કરોડ થયા છે. જયારે તમામ જાતીની ગયોની સંખ્યા તો ૧૮ ટકા વધી છે પરંતુ બળદ કે આખલાની સંખ્યામાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૧૯ના પશુધન ગણતરીમાં ૮૦ હજાર લોકોનો સ્ટાફ કામ પર લાગ્યા હતા.

(3:36 pm IST)