Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

આ છોકરીએ બનાવી છે ૧૦ મીટર લાંબી ગિફટ આઇટમ

બેંગ્લોર તા. ૧૭: કર્ણાટકના મેન્ગલોરમાં અપેક્ષા કોટ્ટારી નામની યુવતીને અલગ-અલગ થીમ પર ગિફ્ટ આઇટમ બનાવવાનો શોખ છે. તે અત્યાર સુધીમાં હટકે કહેવાય એવી પાંત્રીસ ચીજો બનાવી ચૂકી છે અને હવે તેણે અતુલ્ય ભારત થીમ પર એક ગિફ્ટ આઇટમ તૈયાર કરી છે જેની લંબાઈ ૧૦ મીટર છે. આ ગિફ્ટ આઈટમ પર ભારતના તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, મહાન હસ્તીઓ અને સ્વતંત્રતા સેનાનીઓના નામ અને તસવીરોનું કોલાજ જેવું બનાવેલું છે. અપેક્ષાને ક્રાફ્ટ આઇટમ્સ બનાવવાનો શોખ હતો, પણ થોડાક સમયથી તેણે યુટ્યુબ પર જોઈને ગિફ્ટમાં આપી શકાય એવી ચીજો બનાવવી શરૂ કરી હતી. એમાંથી જ તેણે દસ મીટર લાંબી 'અતુલ્ય ભારતઁ' થીમ પર ગિફ્ટ આઇટમ તૈયાર કરી છે જેને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોડ્સમાં સ્થાન મળ્યું છે.

(3:24 pm IST)