Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

અમિત શાહનું મોટું નિવેદન

મોબ લિંચિંગ ગરીબની સાથે થાય છે, કોઈ ખાસ જાતિની વિરૂદ્ઘ નહીં

લિંચિંગને દેશથી ખતમ કરવાના મામલે ગૃહમંત્રીએ કહ્યુ કે, જાગૃતતાથી તેને ખતમ કરી શકાય છે

નવી દિલ્હી, તા.૧૭: કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહએ મોબ લિંચિંગ  પર મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યુ છે કે લિંચિંગ ગરીબની સાથે થાય છે, કોઈ ખાસ જાતિની વિરૂદ્ઘ નહીં. અમિત શાહે ભાજપના રાજમાં લિંચિંગ વધવાની વાતને ફગાવી દીધી અને કહ્યુ કે પહેલા પણ થતી હતી. ગૃહ મંત્રીએ કહ્યુ કે, આજે લિંચિંગને એક રંગ આપવામાં આવી રહ્યો છે. લિંચિંગને દેશથી ખતમ કરવાના મામલે ગૃહમંત્રીએ કહ્યુ કે, જાગૃતતાથી તેને ખતમ કરી શકાય છે.

છેલ્લા થોડાક સમયમાં દેશના અલગ-અલગ હિસ્સાઓમાં અનેક લોકો ભોડની હિંસાનો શિકાર થયા છે. થોડા સમય પહેલા જ ઝારખંડમાં ચોરીના આરોપમાં ભીડે તબરેજ અંસારી નામના યુવકની મારઝૂડ કરી હત્યા કરી દીધી હતી. આ ઉપરાંત રાજસ્થાનના અલવરમાં હથિત ગૌ તસ્કરીના કારણે ભીડે પહલૂ ખાનની હત્યા કરી દીધી હતી.

આ વિશેષ ઇન્ટરવ્યૂમાં અમિત શાહે મોબ લિંચિંગથી લઈને તમામ વાતો પર પોતાના મંતવ્યો રજૂ કર્યા. આ દરમિયાન વાતચીતમાં તેઓએ સ્પષ્ટ કરી દીધું કે, ૨૦૨૦ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ નીતીશ કુમારના નેતૃત્વમાં જ લડશે. બીજેપી-જેડીયૂની વચ્ચે અણબનાવના અહેવાલોને વિરામ આપતાં અમિત શાહે કહ્યુ કે, બંને પાર્ટીઓનું ગઠબંધન 'અટલ' છે. ગૃહ મંત્રીએ કહ્યુ કે, જનતા દળ યૂનાઇટેડ અને બીજેપી ચૂંટણીમાં એક સાથે નીતીશજીના નેતૃત્વમાં જ ઉતરશે. આ એકદમ સ્પષ્ટ છે.

બીજી તરફ, મહારાષ્ટ્ર વિધાનસભા પર વાત કરતાં અમિત શાહે કહ્યુ કે, રાજયમાં બીજેપી એકલા જ પોતાના દમે સત્ત્।ામાં આવી શકે છે. બીજેપી રાજયની ૨૮૮ સીટોમાંથી ૧૬૪ સીટો પર ચૂંટણી લડી શકે છે જયારે શિવસેનાને બીજેપીથી ૪૨ સીટો ઓછી એટલે કે ૧૨૪ સીટો મળી છે. ચૂંટણીમાં બીજેપીનું પ્રદર્શન કેવું રહેશે તે સવાલ પર અમિત શાહે કહ્યુ કે, બીજેપી-શિવસેના ગઠબંધન ને બે તૃતીયાંશ બહુમત મળશે. બીજેપીને કેટલી સીટો મળશે, એ સવાલ પર અમિત શાહે કહ્યુ કે, સીટોનો ચોક્કસ આંકડો જણાવવો ઉતાવળ ગણાશે, પરંતુ નિશ્ચિતપણે બીજેપી ગત ચૂંટણીથી વધુ સીટો જીતીને આવશે.

(3:21 pm IST)