Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

યુપીની યુનિવર્સિટીઓ અને કોલેજોના કેમ્પસમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લદાયો

અધ્યાપકો અને વિધ્યાર્થીઓ મોબાઈલ લઇ જઈ શકશે નહીં : નિયામકે પરિપત્ર બહાર પાડ્યો

લખનૌ : યુ.પી.ની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોના અધ્યાપકો અને વિધ્યાર્થીઓના મોબાઇલ ઉપયોગ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના ઉચ્ચ શિક્ષણ નિયામકએ કોલેજના સમય દરમિયાન વિદ્યાર્થીઓને ગેરમારગે દોરતા અટકાવવા માટે રાજ્યભરની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

યુપી ઉચ્ચ શિક્ષણ નિયામકએ એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં રાજ્યભરની યુનિવર્સિટીઓ અને કોલેજોના કેમ્પસમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરવામાં આવી છે.

પરિપત્રને ધ્યાનમાં રાખીને રાજ્યભરની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવેથી કેમ્પસમાં મોબાઇલ ફોન લાવી શકશે નહીં અથવા તેનો ઉપયોગ કરી શકશે નહીં.

(1:39 pm IST)