Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

પાકિસ્તાનની ઇમરાન સરકારે લોકોને કહી દીધું: નોકરી માટે અમારી આશા રાખતા નહિ

આખા પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયોઃ કેબીનેટ મંત્રી ફવાદ ચૌધરીનો ફજેતો : મારા નિવેદનો મારી મચડીને પ્રસિધ્ધ થાય છે

નવી દિલ્હીઃ આર્થિક તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની વિરૂદ્ઘ અનાવશ્યક નિવેદનબાજીમાં વ્યસ્ત છે. પરંતુ તેને પોતાના નાગરિકોની કંઇ પડી નથી. ઇમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ પાર્ટી દેશમાં એક કરોડ નવી રોજગારીના સર્જનના વચનની સાથે સત્ત્।ામાં આવ્યું હતું, પરંતુ હવે તેના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી ફવાદ ચૌધરીનું કહેવું છે કે લોકો નોકરીઓ માટે સરકારની તરફ ના જુએ.

પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી ચર્ચામાં રહેતા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી ફવાદ ચૌધરીની નોકરી સાથે જોડાયેલા નિવેદન બાદ પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો અને વિવાદ વધતો જોતા સ્પષ્ટતા કરવી પડી. ફવાદ ચૌધરીએ સ્પષ્ટતા કરી કે મીડિયામાં તેમના દરેક નિવેદનને તોડી મરોડીને રજૂ કરાય છે. આ નિવેદનની સાથે પણ આવુ જ થયુ છે

 પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટના મતે ઇસ્લામાબાદમાં એક કાર્યક્રમમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યુ કે સરકાર લોકોને રોજગારી આપી શકતુ નથી. તેની જગ્યાએ હું તો તમને એ કહી રહ્યો છું છે કે સરકાર ૪૦૦ વિભાગોને બંધ કરવા જઇ રહ્યું છે.

ફવાદ ચૌધરીએ કહ્યુ કે પાકિસ્તાનમાં અને દુનિયામાં દરેક જગ્યાએ સરકારની ભૂમિકા સંકોચાય રહી છે. લોકો માટે એ સમજવું ખૂબ જરૂરી છે કે સરકાર નોકરીઓ આપી શકતી નથી. જો આપણે નોકરીઓ માટે સરકારની તરફથી જોવા લાગીશું તો આપણા અર્થતંત્રનું ફ્રેમવર્ક પડી ભાંગશે. આ ૧૯૭૦ના દાયકાની માનસિકતા છે કે સરકાર રોજગારી આપશે. પરંતુ હવે ખાનગી ક્ષેત્ર રોજગારી આપે છે.

તેમના આ નિવેદન પર વિવાદ વધ્યા બાદ મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વિટર પર મોર્ચો સંભાળતા કહ્યુ કે તેમની વાતને સંદર્ભથી કાપીને રજૂ કરાઇ છે. તેમણે ટ્વીટ કરી હું હતપ્રભ થઇ જાઉ છું એ જોઇને કે કેવી રીતે મારા નિવેદનના સંદર્ભને કાપીને સમાચાર બનાવી દેવાય છે.

પાકિસ્તાની મંત્રી એ પોતાની તરફથી સ્પષ્ટતા કરતા કહ્યુ કે મેં કહ્યુ હતું કે સરકાર નહીં ખાનગી ક્ષેત્ર રોજગારી આપે છે. સરકારનું કામ એવું વાતાવરણ બનાવાનું છે જેમાં રોજગારી ઉપલબ્ધ થઇ શકે. એવું ના હોવું જોઇએ કે દરેક વ્યકિત સરકારી નોકરીની શોધમાં રહે.

(1:17 pm IST)