Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ફિલીપીન્સમાં ૬.૪ સ્કેલનો પ્રચંડ ભૂકંપઃ ૫ મોતઃ અનેક ઘાયલઃ ૨૦૦ આફટર શોકઃ શોપીંગ મોલ સળગ્યો

દાવોઃ ફિલીપીન્સના ઉત્તરી કોટાબાતોના દક્ષીણી પ્રાંત ફિલીપીન્સમાં ૬.૩ની તિવ્રતાનો પ્રચંડ ભુકંપ બાદ ૫ લોકોના મોત થયા છે. સ્થાનીક અધિકારીઓએ આજે આપેલ માહિતી મુજબ બુધવારે મોડી રાતે દક્ષીણી ફિલીપન્સમાં જોરદાર ભુકંપ આવેલ. જેના કારણે એક યુવતિનું મોત નિપજયુ હતુ. જયારે અનેક મકાનો ધસી ગયા હતો. જેમાં બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયેલ અને હજારો લોકોને શોપીંગ મોલ અને હોસ્પિટલમાંથી બહાર મોકલી દેવાયેલ.

અમેરિકી જીયોલોજીકલ સર્વેના જણાવ્યા મુજબ રિકટર સ્કેલ ઉપર  ભુંકપની તિવ્રતા ૬.૪ માપવામાં આવી છે. ભુકંપનું કેન્દ્ર સુલ્તાન કુદરતના કાઠા વિસ્તાર કોલંબોથી ૮ કિલોમીટર દુર હતુ. ભુકંપની ઉંડાઈ માત્ર ૧૪ કિલોમીટર હતી. ઓછી ઉંડાઈ વાળા ભુંકપ વધુ નુકશાન પહોંચાડે છે.

ભુકંપના કારણે વિજ પુરવઠો ખોરવાઈ ગયેલ જેથી નુકશાનીનો અંદાજો મેળવવામાં પણ મુશ્કેલી આવી રહી છે. ભુકંપના તુરંત બાદ જનરલ સેન્ટોસ શહેરના એક શોપીંગ મોલામાં આગ લાગી ગઈ હતી. ટીવી અહેવાલો મુજબ દત્તુ પગલાસ શહેરમાં દિવાલ પડવાથી એક યુવતિનું મોત થયેલ. જયારે અન્ય એક બનાવમાં બે લોકો ઘાયલ થયેલ.

ઉત્તરી કોટોબેટોમાં મોલંગ શહેરમાં ડેપ્યુટી મેયર જોસેલીટો પિનોલો જણાવેલ કે ભુકંપ દરમિયાન અને પછી દર્દીઓની સુરક્ષા માટે હોસ્પિટલમાંથી બીજે ખસેડાયા હતા. તેમણે વધુમાં જણાવેલ કે કેટલીય ઈમારતો ક્ષતીગ્રસ્ત બનેલ અને વિજળીના થાંભલાઓ ઉખડી ગયેલ.

(1:15 pm IST)