Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે ડીડીસીએના નિયુક્ત ડાયરેક્ટર પદથી આપ્યું રાજીનામું

ડીડીસીએના અનેક નિર્ણયોથી ગૌતમ ગંભીર નારાજ હોવાની ચર્ચા

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર  અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે દિલ્હી જિલ્લા અને રાજ્ય ક્રિકેટ એસોસિએશનના મહત્વના પદ પરથી રાજીનામું આપ્યું છે ગૌતમ ગંભીર ડીડીસીએના નિયુક્ત ડાયરેક્ટર પદ પર હતા, પરંતુ હવે તેમને આ પદથી રાજીનામું આપી દીધું છે.

  ગૌતમ ગંભીરના રાજીનામાંનું કારણ તેમની ડીડીસીએથી ઘણા સમયથી ચાલી રહેલી નારાજગી બતાવવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટસ મુજબ, ગૌતમ ગંભીરના એક નજીકના વ્યકિતે જણાવ્યું છે કે, તે (ગૌતમ ગંભીર) દિલ્હીના ખેલાડીઓ માટે ઘણું વિચારતા હતા, પરંતુ ડીડીસીએમાં ઘણા એવા નિર્ણય લીધા જેમાં તેમનું મન ખરાબ થઈ ગયું હતું. એટલું નહીં તેમને ખેલાડીઓની સુધારણા માટે અનેક ભલામણો કરી હતી, જેમાંથી મોટાભાગના ડીસીસીએ દ્વારા બાકાત રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભાજપના સાંસદ બનવું પણ તેમના રાજીનામાનું કારણ છે, કારણ કે સંસદ બન્યા બાદ તેમના પર મોટી જવાબદારીઓ આવી ગઈ છે.

ડીડીસીએની ચૂંટણી જીત્યા બાદ સચિવ વિનોદ તિહારાએ જણાવ્યું હતું કે, રાજ્ય સંગઠનમાં ક્રિકેટથી સંબંધિત મુદ્દાઓ પર નિર્ણય લેશે. ડીડીસીએના બંધારણ મુજબ અહીં સરકાર તરફથી ત્રણ ડાયરેક્ટર નિમણુક કરવામાં આવે છે જેમાંથી એક દિલ્હીના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીર હતા. ગૌતમ ગંભીર ડીડીસીએમાં રહીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોના વિશે વિચારી રહ્યા હતા. તે ઈચ્છતા હતા કે, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોને સારી મેડીકલ સુવિધા મળે કેમકે નેશનલ ટીમમાં પહોંચ્યા બાદ તો બધાને સારી સુવિધાઓ મળી જાય છે, પરંતુ રાજ્ય સ્તર પર જ્યારે તેમને જરૂર પડે છે ત્યારે તેઓને કંઈપણ સારુ મળતું નથી.

(1:06 pm IST)