Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ગંગામૈયાના કિનારે પરમાર્થ નિકેતનમાં ઋષિકુમારો દ્વારા પૂ.માધવપ્રિયદાસજી સ્વામીનું સ્વાગત

ઋષિકેશ તા.૧૭: હિમાલયની ગોદમાં, ગંગામૈયાને કિનાર ઋષિકેશમાં મુનિજી મહારાજ સંચાલિત પરમાર્થ નિકેતનમાં sgvp ગુરૂકુલના શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી.દ્વારા તા.૧૮-૧૦થી તા.૨૪-૧૦ દરમ્યાન યોજાઇ રહેલી સત્સંગ સાધના શિબિરમાં શા માધવપ્રિયદાસજી સ્વામી પધારતા મુનિજી મહારાજની પ્રેરણાથી વિદ્યાલયના ઋષિકુમારો, શાળાના આચાર્યશ્રી વગેરેએ પૂ.સ્વામીજીને ચંદન ચર્યા કરતા ગુલાબનો હાર પહેરાવી વૈદિક મંત્રોના ગાન સાથે સ્વાગત કર્યુ હતું.

તા.૧૮ ઓકટોબરથી શરૂ થનાર સત્સંગ શિબિરમાં ૧૧૦૦ ઉપરાંત ભારત તેમજ દેશ વિદેશના હરિભકતો જોડાયા છે.

તમામ શિબિરાર્થીઓને રહેવા તથા જમવા વગેરેની તમામ વ્યવસ્થા પરમાર્થ નિકેતનમાં કરવામાં આવી છે

દરરોજ નિત્ય કાર્યક્રમમાં સવારે યોગાસન તેમજ શા. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતો દ્વારા શ્રીમદભાગવત તથા સત્સંગજીવન આધારિત ભગવાન અને ભકતોના ચરિત્રોનું ગામ કરવામાં આવી.

બપોર પછી ગંગા સ્નાન અને સમૂહ ધૂનભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

(12:24 pm IST)