Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

મહારાષ્ટ્રમાં કાલથી વાતાવરણ ડહોળાશેઃ ર દિ' વાવાઝોડા જેવી સ્થિતિ સાથે વરસાદની ચેતવણી

મુંબઇઃ  નૈઋત્યનું ચોમાસું પાછું ખેંચાઇ જતા  કારણે રાજયમાં હાલમાં શુષ્ક વાતાવરણ છે.  પરંતુ ૧૮ ઓકટોબરથી ફરી એકવાર હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે કે બપોરે વાદળછાયા વાતાવરણ સાથે વિદર્ભ-, મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.  દરમિયાન, પૂણે, સતારા, સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, મધ્ય મહારાષ્ટ્ર;  કોંકણમાં સિંધુદુર્ગ, રત્નાગિરિ,  વિદર્ભ-- અને મરાઠાવાડામાં તમામ ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે વાવાઝોડા વરસવાની આગાહી છે.  હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે કે ૧૯-૨૦ આસપાસ નાસિક, ધૂલે, જલગાંવ અને શહેરના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે.  આગામી સપ્તાહની શરૂઆતમાં હવામાનની સ્થિતિ  બગડે તેવી શકયતા છે.

(11:36 am IST)