Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

પારલે-G બિસ્કીટ્સનો ચોખ્ખો નફો ૧૫ ટકા વધ્યો

મુંબઈ, તા.૧૭:  એક તરફ દેશમાં આર્થિક મંદીને કારણે બૂમરાણ મચી ગઈ છે ત્યારે ખાનગી ક્ષેત્રની કંપની પારલે-G બિસ્કીટ્સ, જે પારલે પ્રોડકટ્સ ગ્રુપનો એક હિસ્સો છે, એણે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૫.૨ ટકાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જોકે આ ગ્રુપે તથા અન્ય ટોચના બિસ્કીટ ઉત્પાદકોએ સરકારને કહ્યું છે કે તે બિસ્કીટ્સ ઉપરનો ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) દ્યટાડી દે.

પારલે બિસ્કીટ્સે ટ્વિટર પર શેર કરેલી માહિતી અનુસાર, એણે નાણાકીય વર્ષ ૨૦૧૯માં રૂ. ૪૧૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે પાછલા વર્ષમાં રૂ. ૩૫૫ કરોડ હતો. કંપનીની આવક પણ વર્ષાનુસાર, ૬.૪ ટકા વધીને રૂ. ૯,૦૩૦ કરોડ થઈ છે, જે પાછલા વર્ષમાં રૂ. ૮,૭૮૦ કરોડ હતી.

ગયા ઓગસ્ટમાં એવા અહેવાલો હતા કે બિસ્કીટ્સનું વેચાણ દ્યટી ગયું હોવાથી અને સરકારે ૧૮ ટકા જીએસટી લાગુ કર્યો હોવાથી બિસ્કીટ્સનું ઉત્પાદન પણ દ્યટાડી દેવું પડતાં પારલે પ્રોડકટ્સ તેના હજારો કર્મચારીઓને છૂટા કરશે. જોકે પારલે કંપનીએ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે પોતે કર્મચારીઓને છૂટા કરવાની નથી.

(10:02 am IST)