Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

GoAirની પ્રી-દિવાળી ઓફરઃ માત્ર રૂ.૧,૨૯૬માં બૂક કરો હવાઇ ટિકિટ

GoAir એ ૨૪ કલાક સુપર સેવર ડીલની શરૂઆત કરી છેઃ આ અંતર્ગત ગ્રાહક ઓછામાં ઓછા રૂ.૧૨૯૬માં ફલાઇટ ટિકિટ બુક કરી શકે છે

નવી દિલ્હી, તા.૧૭: લો કોસ્ટ ગો-એર એ તહેવારોની સિઝનમાં લોકોને મોટી ગિફટ આપી છે. દેશની સૌથી ભરોસેમંદ અને ઝડપથી વધતી એરલાઇન્સ ગો એરે મંગળવારે પ્રી-દીવાળી ઓફરની જાહેરાત કરી છે.

GoAir એ૨૪ કલાક સુપર સેવર ડીલની શરૂઆત કરી છે. આ અંતર્ગત ગ્રાહક ઓછામાં ઓછા રૂ.૧૨૯૬માં ફલાઇટ ટિકિટ બુક કરી શકે છે. તો ચાલો જાઇએ આ ખાસ ઓફર વિશે.

GoAirની૨૪ કલાક પ્રી-દિવાલી ફેસ્ટીવ ઓફર ૧૬ ઓકટોબર એટલે કે આજે ૧૫:૦૦ બપોરે શરૂ થઇ ચૂકી છે અને તે ૧૭ ઓકટોબર ૧૫:૦૦ વાગ્યા સુધી ચાલશે. કસ્ટમર્સ આ દરમિયાન હવાઇ ટિકિટ બૂક કરાવી શકે છે.

GoAir ના જણાવ્યા પ્રમાણે ગ્રાહક ૧૨૯૬ રૂપિયામાં ઇન્ટરનેશન અને ડોમેસ્ટિક રૂટ ઉપર ફલાઇટ ટિકિટ બૂક કરાવી શકે છે. જેમાં તમામ ટેકસનો સમાવેશ થાય છે. આ ઓફર GoAirના દરેક રૂટ ઉપર લાગુ પડશે. ઞ્ંખ્જ્ઞ્શ્વ ૩૩ ગંતવ્ય સ્થળો માટે ઉડાન સેવાનું સંચાલન કરે છે.

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને દરેક કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે ઓફર્સ અને સેલ શરૂ કરી દીધા છે. ખાસ કરીને ઓનલાઇન વેચાણ કરતી તમામ પ્રકારની ઇકોમર્સ વેબસાઇટ્સ ગ્રાહકો માટે દિવાળી સ્પેશિયલ ઓફર્સ આપી હતી.

(10:02 am IST)