Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા ૧૩ પોપટને

એક આરોપીની સાથે ૧૩ પોપટોને પણ રજૂ કરવામાં આવ્યા હતાઃ આરોપ છે કે ૧૩ પોપટો ગેરકાયદે સ્મગલિંગ કરીને તાશકંદ લઇ જવામાં આવતા હતા

નવી દિલ્હી, તા.૧૭: કોર્ટમાં માણસોને જવું સામાન્ય બની ગયું છે ત્યારે બુધવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં એક સાથે અનેક પોપટોને  રજૂ કરવામાં આવ્યા હતા. આ બધા પોપટો એક કેસ અંતર્ગત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, એક આરોપીની સાથે ૧૩ પોપટોને પણ રજૂ કરવામાં આવ્યા હતા. આરોપ છે કે ૧૩ પોપટો ગેરકાયદે સ્મગલિંગ કરીને તાશકંદ લઇ જવામાં આવતા હતા. પરંતુ સીઆઇએસએફના જવાનોએ આરોપીને રંગે હાથે પકડી લીધો હતો. અને કસ્મટ ડિપાર્ટમેન્ટને સોંપ્યો હતો.

આરોપી તાશકંદનો રહેવાશી છે. તેને પટિયાલા હાઉસ કોર્ટે જયુડિસલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. મંગળવારે આરોપીને દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટથી સીઆઇએસએફે ધરપકડ કરી હતી. ત્યારબાદ સીએસએફએએ તેને કસ્ટમ ડિપાર્ટમેન્ટને સોંપી દીધો હતો. મળતી માહિતી પ્રમાણે આરોપી બુટના પેકેટમાં સંતાડીને ૧૩ પોપટને ઉજબેકિસ્તાનમાં ગેરકાયદે સ્મગલિંગ માટે લઇ જતો હતો.

સીઆઇએસએફને શક થતાં બુટના પેકેટન ખોલીને ચેક કર્યું હતું. જેમાંથી એક નહીં પરંતુ ૧૩ પોપટ નીકળ્યા હતા. કસ્ટમની તપાસમાં જાણવા મળ્યું હતું કે, વાઇલ્ડ લાઇફ એકટ પ્રમાણે ખરીદ વેચાણ કરવા ઉપર પ્રતિબંધ છે.

કસ્ટમે વિશેષ કોર્ટને જાણકારી આપી હતી કે આરોપી ઉજબેકિસ્તાનનો રહેવાશી છે અને તેણે પોપટોને રોડ ઉપરની રેકડીથી ખરીદ્યા છે. આ મામલે તપાસ ચાલું છે. ઉલ્લેખનીય છે કે, માણસ આરોપીને પકડીને કોર્ટમાં લાવવું એ સામાન્ય છે પરંતુ પશુ પક્ષીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે લોકો માટે ચર્ચાનો અને આકર્ષણનો વિષય બની જતો હોય છે.

(10:01 am IST)