Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

આતંકી હુમલાની ગુપ્ત માહિતી ;જમ્મૂ કાશ્મીર અને પંજાબના સેના કેમ્પો પર ઓરેન્જ એલર્ટ

જૈશ-એ-મોહમ્મદની આત્મઘાતી બોમ્બરોની ઘૂસણખોરી; આર્મી કેમ્પોને હાઈએલર્ટ પર

 

નવી દિલ્હી ;પાકિસ્તાન તરફથી આતંકવાદીઓની ઘૂસણખોરી અંગે જમ્મુ કાશ્મીર અને પંજાબમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે  આતંકી હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આર્મી કેમ્પોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યાં છે. પાછલા મહિનામાં પણ જૈશ--મોહમ્મદની આત્મઘાતી બોમ્બરોની ઘૂસણખોરીની ગુપ્ત માહિતી પર એક ચેતવણી જારી કરવામાં આવી છે.

 જાહેર કરેલી ગુપ્ત માહિતીમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનથી આતંકીઓનું એક જૂથ ભારતીય સીમામાં પ્રવેશ્યું હતું. માહિતીને પગલે ભારતીય વાયુસેનાએ પઠાણકોટ સહિતના તેના એરબેસ પર એલર્ટ મુક્યાં છે.

લશ્કરી દળો સંરક્ષણ મથકો સુરક્ષિત કરવા સાવચેતીનાં પગલાં લઈ રહ્યાં છે. ગયા મહિને તમામ આર્મી અને એરફોર્સ બેઝ પર જાહેર કરાયેલ એલર્ટ થોડા દિવસો બાદ પાછુ ખેંચી લેવામાં આવ્યું હતું. અંગે ગુપ્ત એજન્સી દ્વારા ફરી એકવાર એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દીધી છે, જેના પછી પાકિસ્તાન રોષે ભરાયું છે. પાકિસ્તાનની આતંકવાદી સંગઠનો પણ સતત ઘૂસણખોરી અને હુમલાઓની તકમાં છે. પંજાબ નજીક પાકિસ્તાનની સરહદ પર ડ્રોન હથિયારો પહોંચાડવાની ઘટના બાદ કેટલાક દિવસો પછી સેનાએ પઠાણકોટ અને અન્ય સંવેદનશીલ સ્થળોએ પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા.

(12:31 am IST)